વારાણસી: જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Masjid) વિવાદ પર સોમવારે વારાણસી અદાલતમાં સુનાવણી પૂર્ણ થઈ હતી. જિલ્લાના જજે મંગળવાર સુધી ચુકાદો અનામત રાખ્યો હતો. અદાલતમાં કુલ 3 અરજીઓ (Requests) દાખલ કરાઈ હતી જેના પર અદાલતે સુનાવણી કરી હતી. સુનાવણી આશરે 45 મિનિટ સુધી ચાલી હતી. મુસ્લિમ પક્ષ (Muslim party) તરફથી અંજુમન ઈંતેજામિયા મસ્જિદ કમિટિએ અરજી દાખલ કરી હતી જ્યારે હિન્દુ પક્ષ (Hindu Party) તરફથી લક્ષ્મી દેવી, રાખી સિંહ, સીતા સાહૂ, મંજૂ વ્યાસ અને રેખા પાઠકે અરજી દાખલ કરી હતી. કોર્ટ હવે મંગળવારે તે વાત પર સુનાવણી કરશે કે ક્યા મુદ્દે પહેલાં સુનાવણી થશે. મુખ્ય રૂપથી જિલ્લા જજની કોર્ટ કાલે તે નિર્ણય કરસે કે પહેલા અરજીની પોષણીયતાના કેસની સુનાવણી થાય કે શ્રૃંગાર ગૌરી પ્રકરણમાં આવેલા વિરોધને પહેલા સાંભળવામાં આવે.
- સુનાવણી દરમિયાન 19 વકીલ અને 4 અરજીકર્તાઓ સહિત માત્ર 23 લોકોને અદાલતની અંદર જવાની મંજૂરી આપવામાં આવી
- અદાલતમાં બંને પક્ષો તરફથી કુલ 7 માંગ રાખવામાં આવી
આજરોજની સુનાવણી દરમિયાન 19 વકીલ અને 4 અરજીકર્તાઓ સહિત માત્ર 23 લોકોને અદાલતની અંદર જવાની મંજૂરી આપવામાં આવી હતી. સાથે જ અદાલત સંકુલમાં કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. સુનાવણી પહેલાં જ્ઞાનવાપી મસ્જિદનું સર્વે કરવા માટે અદાલત દ્વારા નિયુક્ત વિશેષ સહાયક કમિશ્નર એડવોકેટ વિશાલ સિંહે કહ્યું હતું, ‘ફાઈલ આજે જિલ્લા અદાલતમાં આવશે અને અદાલતનો જે પણ ચુકાદો હશે તેને બધાં જ માન્ય રાખશે. આ અહેવાલ નિષ્પક્ષ છે. મેં બંને પક્ષો દ્વારા કહેવાયેલી દરેક બાબતનો ઉલ્લેખ કર્યો છે.
અદાલતમાં બંને પક્ષો તરફથી કુલ 7 માંગ રાખવામાં આવી હતી. હિન્દુ પક્ષે કહ્યું છે કે શ્રૃંગાર ગૌરીમાં રોજ પૂજા કરવાની મંજૂરી આપવામાં આવે, વજુખાનામાં મળેલા શિવલિંગની પૂજા કરવાની મંજૂરી મળે, નંદીની સામેની દીવાલ તોડીને કાટમાળ હટાવવામાં આવે, શિવલિંગની લંબાઈ અને પહોળાઈ જાણવા સર્વે કરવામાં આવે અને વજુખાનાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. જ્યારે મુસ્લિમ પક્ષે 2 માંગ અદાલત સામે રાખી હતી. મુસ્લિમ પક્ષે વજુખાનાને સીલ કરવાનો વિરોધ કર્યો છે. સાથે જ 1991 કાયદા હેઠળ જ્ઞાનવાપી સર્વે અને કેસ ઉપર પ્રશ્ન ઉઠાવ્યો છે.
વકીલ ઉપાધ્યાયે કરેલી અરજીમાં જણાવ્યું છે કે ઇસ્લામિક સિદ્ધાંતો પ્રમાણે પણ મંદિર તોડીને બનાવવામાં આવેલી કોઈ ઇમારત મસ્જિદ ન હોઈ શકે. તેમણે કહ્યું કે, પ્લેસેઝ ઓફ વર્શિપ એક્ટ-1991 કોઈ ધાર્મિક સ્થળના સ્વરૂપને નિર્ધારિત કરવાથી ન રોકી શકાય. તેમણે પોતાની અરજીમાં મસ્જિદ કમિટીની અરજીને નકારવાની માંગ કરી છે, જેને જ્ઞાનવાપી મસ્જિદના સર્વે વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે.