વારાણસી: વારાણસી(Varanasi)ની જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Mosque) કેસમાં આજે સુનાવણી(Hearing) થશે નહીં. જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ(Shivling) મળવાનો દાવો કરવામાં આવ્યો હતો. મસ્જિદમાં 3 દિવસ સર્વે(Survey) કરવામાં આવ્યો હતો. આ સર્વેનો રીપોર્ટ તૈયાર કરીને 17મેના રોજ કોર્ટમાં રજુ કરવાનો હતો. જો કે રીપોર્ટ તૈયાર થયો ન હોય ગતરોજ કોર્ટ કમિશ્રર દ્વારા 2 દિવસનો સમય માંગવામાં આવ્યો હતો. જેને કોર્ટે મંજુરી આપી હતી.
આ ઉપરાંત કોર્ટ કમિશ્રર અજય મિશ્રાને હટાવવામાં આવ્યા હતા. આજે કોર્ટમાં આજે મસ્જિદના બાકીના ભાગોનો સર્વે કરવાની અને કથિત શિવલિંગની આસપાસની દિવાલ હટાવવાની માંગ કરતી અરજીની સુનાવણી હાથ ધરવાની હતી. આ ઉપરાંત સરકારી વકીલની માંગણી પણ સાંભળવાની હતી. પરંતુ આજે આ સુનાવણી નહી થશે.
વકીલોની હડતાળનાં પગલે સુનાવણી અટકી
આ સુનાવણી ન થવા પાછળનું મોટું કારણ છે વકીલોની હડતાલ. વારાણસીમાં આજે અને 20 મેના રોજ રાજ્ય સ્તરના વકીલોની હડતાળ છે. વકીલો સામે વહીવટીતંત્રના પત્ર સામે નારાજગીના કારણે વકીલો હડતાળ પર છે. જેના કારણે જ્ઞાનવાપી મસ્જિદ કેસની સુનાવણી પર પણ અસર પડી છે. આજે, મંદિરના બાકીના ભાગોના સર્વેક્ષણ અને કથિત શિવલિંગની આસપાસની દિવાલ દૂર કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી થવાની હતી.
આજે કયા કેસમાં સુનાવણી થવાની હતી?
જ્ઞાનવાપીનો સર્વે પૂર્ણ થઈ ગયો છે અને સિવિલ કોર્ટમાં વધુ સુનાવણી પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટે પણ ઈન્કાર કરી દીધો છે. તેથી હવે વધુ કેટલાક વિવાદો અને માંગણીઓનું સમાધાન કરવાનો વારો છે. શિવલિંગ મળ્યાના દાવા બાદ હવે શ્રૃંગાર ગૌરી સામેની દિવાલ હટાવવાની માંગ કરવામાં આવી છે. આ અંગે આજે વારાણસી સિવિલ કોર્ટમાં સુનાવણી થવાની હતી. આ અરજી ત્રણ મહિલાઓ દ્વારા દાખલ કરવામાં આવી છે, જેઓ પૂજા કરવાનો અધિકાર ઇચ્છે છે. ઘટનાસ્થળેથી કાટમાળ હટાવવાની માગણી પણ આજે સાંભળવાની હતી અને સરકાર પક્ષની માગણી પર પણ નમાઝની જગ્યા ખસેડવી જોઈએ.
કોર્ટ કમિશનર અજય મિશ્રાને હટાવ્યા દરમિયાન
સિવિલ કોર્ટે એડવોકેટ કમિશનર અજયકુમાર મિશ્રાને દૂર કરીને સર્વે રિપોર્ટ માટે વધુ બે દિવસનો સમય આપ્યો હતો. સમગ્ર સર્વે તેમની દેખરેખ હેઠળ કરવામાં આવ્યો હતો. આ કેસની આગામી સુનાવણી હવે સુપ્રીમ કોર્ટમાં 19 મેના રોજ થશે. સુપ્રીમ કોર્ટે પહેલા જ શિવલિંગની જગ્યાને સુરક્ષિત રાખવાની સાથે નમાઝ ન રોકવા માટે કહ્યું છે. જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 19 મેના રોજ સર્વે કમિશનર વિશાલ સિંહના નેતૃત્વ હેઠળની ટીમ કોર્ટ સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કરશે. આ રિપોર્ટ પરથી સ્પષ્ટ થશે કે મસ્જિદના વઝુખાનામાંથી શિવલિંગ કે ફુવારો મળ્યો હતો? આ સાથે આ રિપોર્ટ પરથી સ્પષ્ટ થશે કે શું મસ્જિદમાં સર્વેની કામગીરી આગળ પણ ચાલુ રાખવાની છે કે વિવાદનો અંત આવે છે?