National

મુસ્લિમ પક્ષને સુપ્રિમ કોર્ટ તરફથી ઝટકો, જ્ઞાનવાપીમાં ASI સર્વેને આપી લીલીઝંડી

વારાણસી: વારાણસીની જ્ઞાનવાપીમાં (Gyanvapi) ASI સર્વે (Survey) વિરુદ્ધની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ તરફથી મુસ્લિમ પક્ષને ઝટકો મળ્યો છે. બેંચે મુસ્લિમ પક્ષને સવાલ કર્યો છે કે ASI સર્વેથી તેઓને શું સમસ્યા છે? કોર્ટે કહ્યું અયોધ્યા કેસમાં પણ ASI સર્વે કરવામાં આવ્યો હતો. શું સમસ્યા છે! સર્વેના વાસ્તવિક પુરાવાઓ કોર્ટ નક્કી કરશે. અંતિમ સુનાવણી દરમિયાન કયા તથ્યો, પુરાવા અને અહેવાલના કયા ભાગને સુનાવણીનો ભાગ બનાવવો જોઈએ અને કયા નહીં તે તમામ અંગેનો અંતિમ નિર્ણય કોર્ટ દ્વારા લેવામાં આવશે.

કેવી રીતે કરવામાં આવી રહ્યો છે સર્વે?
અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) દ્વારા વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે શરૂ કરવામાં આવ્યો હતો.શુક્રવારે સવારે 8 વાગ્યાથી વારાણસીના જ્ઞાનવાપી સંકુલનો સર્વે શરૂ કર્યો હતો જે બપોરે 12 વાગે નમાઝ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ વખતના ASI સર્વેની ટીમમાં 61 સભ્યો હતાં. જ્ઞાનવાપીમાં જ્યાં સર્વે કરવામાં આવી રહ્યો ત્યાં મોટી સંખ્યામાં જવાનો તૈનાત કરવામાં આવ્યાં હતાં. જે સ્થળે સર્વે કરવામાં આવી રહ્યું છે તે ચાર વિભાગમાં વહેંચાયેલું છે તેથી તમામ દીવાલોથી લઈ સ્થળ પર હાજર તમામ વસ્તુઓની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી. કેમેરા લગાવવામાં આવ્યાં હતાં. સર્વેની ટીમ વીડિયોગ્રાફી પણ કરી રહી હતાં.

હિન્દુ પક્ષના 7 અને મુસ્લિમ પક્ષના 9 લોકોને અંદર જવાની મંજૂરી હતી
ASIની ટીમનું ધ્યાન પશ્ચિમની દીવાલ પર વધુ હોય તેવું જાણવા મળ્યું હતાં. સર્વેની ટીમ સાથે હિંદુ પક્ષ પણ હાજર હતો. જો કે મુસ્લિમ પક્ષે સર્વેમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો હતો.  જુમાની નમાઝને ધ્યાનમાં રાખીને રાજ્યમાં હાઈ એલર્ટ રાખવામાં આવ્યું હતું. એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (સિટી) આલોક કુમાર વર્માએ સર્વે ટીમ સાથે હિન્દુ પક્ષના 7 અને મુસ્લિમ પક્ષના 9 લોકોને અંદર જવાની મંજૂરી આપી હતી.

GPR ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો
દીવાલોની તપાસ માટે એટલે કે દીવાલની બનાવટ માટે તે સમયે શાનો ઉપયોગ કરાયો હતો તે માટે લેટેસ્ટ ટેકનોલોજી એટલે કે GPR ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કાર્બન ડેટિંગ પદ્ધતિથી પુરાવાઓની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત દીવાલો, ફાઉન્ડેશન, માટીમાં રંગ પરિવર્તન જેવી બાબતોની પણ સર્વે ટીમ તપાસ કરી હતી.

આ સર્વે કોઈ કોઈના અધિકારોનું હનન કરશે નહિંં: હિંદુ પક્ષના વકીલ
શ્રૃંગાર ગૌરી પૂજાની માંગ કરતી અરજીને માન્ય ગણાવતાં સુપ્રીમ કોર્ટ આવતા અઠવાડિયે તેમાં સુનાવણી કરશે. તે જ સમયે, સીજેઆઈએ કહ્યું કે તેઓ હવે પ્લેસ ઓફ વર્શિપ એક્ટ પર આ સમયે સુનાવણી નહીં કરે. જ્ઞાનવાપી મામલે હિંદુ પક્ષના વકીલે કહ્યું હતું કે આ સર્વે કોઈ કોઈના અધિકારોનું હનન કરશે નહિંં. આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે એએસઆઈએ કોર્ટને ભરોસો અપાવ્યો છે કે તેઓ ઈમારતને કોઈપણ રીતે નુકસાન નહીં પહોંચાડશે.

Most Popular

To Top