વર્તમાને ગનની જગ્યા ચપ્પાએ લીધી છે. ચપ્પા વડે ખુન કરી દેવામાં આવે છે. ચપ્પુ મારી ભય ઉભો કરીને પૈસા, દાગીના કે અન્ય મોંઘી ચીજવસ્તુ ઝુંટવી લેવામાં આવે છે. નજીવી તકરારમાં ચપ્પા મારી દેવામાં આવેછે. રીક્ષામાં પણ ચપ્પુ બતાવીને કે કયારેક ચપ્પુ હુલાવીને મુસાફરને લુંટી લેવામાં આવે છે. શું આ ચપ્પા કલ્ચરને અટકાવી શકાય એમ છે જ નહિ?? આ ચપ્પા ઉપર પ્રતિબંધ મુકી દો.
શંકાસ્પદ વ્યકિતની તલાશી પોલીસ લેવા માંડો. 90 ટકા આવા લોકો પાસેથી ચપ્પુ મળી આવશે. પકડાયેલા બદમાશોના ઇરાદાઓને નેસ્તનાબુદ કરવા માટે બીનજામીન રીતે જેલમાં ધકેલી દો. ચપ્પા સાથે પકડાયેલા લોકોની ઉંમર, રહેઠાણ, વ્યવસાય અને મુળ વતનની વિગતો પણ ફોટાઓ સાથે વર્તમાન પત્રોમાં આપવી જોઇએ. સુરત જેવા શહેરોમાં રોજના આઠ દસ બનાવો બનતા જોઇ શકાય છે.
ડબલ સવારી કે ત્રણ સવારી વાળા શંકાસ્પદ બાઇકરોને પોલીસવાળા ઉભા રાખે. તલાશી લે. ખાત્રી સાથે જાહેર કરીએ છીએ કે ચપ્પુ અથવા ચપ્પા મળી આવશે. પોલીસના ચેકીંગનો ભય અને ચપ્પા ઉપરનો કાયદેસરનો પ્રતિબંધ ચપ્પા ધારકોને જરૂર થથરાવી મુકશે.
સુરત – બાબુભાઇ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.