Charchapatra

ખાડી યુધ્ધ – ભારતનો સ્પષ્ટ રાજકીય (અ)પ્રતિભાવ

પોતાના પાડોશમાં લશ્કરી રીતે પડકારજનક કોઈ ઇસ્લામિક રાષ્ટ્ર ન ઇચ્છતા તેમજ સતત અસુરક્ષાની ભાવનાથી પીડાતા ઝિઓનિસ્ટ રાષ્ટ્ર (ઇઝરાયેલ)નાં પ્રભાવ અને દોરીસંચાર હેઠળ તેના પરમમિત્ર અમેરિકા દ્રારા તેની સાથે મળીને અકારણ ઈરાન વિરુદ્ધ શરૂ કરવામાં આવેલ ખાડી યુધ્ધ ખનીજ તેલ, ગેસ, ખાતર વગેરે. ચીજવસ્તુઓના વૈશ્વિક પુરવઠામાં વિક્ષેપ પાડનારું હોય જગતમાં હાહાકાર મચાવી રહ્યું છે. અમેરિકાના હરાયા ખૂંટ જેવા પ્રમુખ દ્રારા શરૂ કરવામાં આવેલ આ અનૈતિક યુધ્ધમાં સહકાર આપવાનો તેના સાથી NATO રાષ્ટ્રોએ સ્પષ્ટ નનૈયો ભણી દીધો છે. પરંતુ ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનામાં માનનાર તેમજ આ યુદ્ધથી સંભવિતપણે આર્થિક રીતે પ્રભાવિત થનાર ભારતવર્ષની નેતાગીરીએ કોઈ અકળ કારણસર ન હતો. આ યુધ્ધનો ખુલીને વિરોધ કર્યો છે કે ન તો તે બાબત પોતાનો સ્પષ્ટ પ્રતિભાવ આપ્યો છે. શું પૂર્વસૂરીઓના વલણથી વિપરીત આ રાજકીય વલણમાં વિદેશનીતિની અસમંજસતા કે પછી ઝિઓનિસ્ટ વિચારધારા પ્રત્યેની સહાનુભૂતિ વ્યક્ત થાય છે? પ્રશ્ન ગંભીર હોય વિચાર માંગી લે છે.
નવસારી           – કમલેશ આર મોદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top