ગાંધીનગર : રાજ્યમાં (Gujarat State )કોરોનાના(Corona ) કેસો વધીને 768 સુધી પહોચી ગયા છે, તેની સામે છેલ્લા (Last 24 Hours ) કલાકમાં રાજ્યમાં સારવાર (Treatment) દરમ્યાન ત્રણ દર્દીના મોત નીપજ્યા છે. જ્યારે 899 દર્દીઓની સારવારમાંથી ડીસ્ચાર્જ કરાયા છે.
રાજ્યમાં હાલ કોરોનાના કેસોમાં વધારો નોંધાયો
હાલમાં રાજ્યમાં 5895 દર્દીઓ સારવાર હેઠળ છે, તે પૈકી 21 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 5874 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. અત્યાર સુધીમાં 1244388 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 10978 દર્દીઓના મોત નીપજ્યા છે. નવા નોંધાયેલા 768 દર્દીઓ પૈકી અમદાવાદ મનપામાં 230, વડોદરા મનપામાં 68, ગાંધીનગરમાં 58, વડોદરામાં 45, સુરત મનપામાં 40, રાજકોટ મનપામાં 34, અમરેલીમાં 28, સુરતમાં 28, રાજકોટમાં 26, ગાંધીનગર મનપામાં 25, બનાસકાંઠામાં 21, ભરૂચમાં 18, કચ્છમાં 14, સાબરકાંઠામાં 14, નવસારીમાં 9, પાટણમાં 9, જામનગર મનપામાં 8, અમદાવાદમાં 7, મોરબીમાં 7, વલસાડમાં 6, ખેડામાં 3, આણંદમાં 2, ભાવનગર મનપામાં 2, દ્વ્રારકામાં 2, પોરબંદરમાં 2, સુરેન્દ્રનગરમાં 2, તાપીમાં 2, ભાવનગરમાં 1, ગીર સોમનાથમાં 1 અને જામનગરમાં 1 કેસો નોંધાયો છે. રાજકોટ મનપામાં 2 અને સુરત જિ.માં 1 એમ કુલ ત્રણ દર્દીઓના સારવાર દરમ્યાન મોત થયા હતા.
કોરોનાની જેમ લમ્પીમાં પણ ગુજરાત સરકાર નિષ્ફળ : કોંગ્રેસના ધારાસભ્ય
ગાંધીનગર : અમદાવાદમાં મળેલી માલધારી પંચાયતની બેઠકમાં લમ્પી વાઈરસના મામલે રાજ્ય સરકારની કામગીરીની આકરી ટીકા કરાઈ હતી. બીજી તરફ રાજ્યમાં લમ્પી વાઈરસના કારણે 2240 પશુઓનું મૃત્યુ થયુ છે.
કચ્છ અને જામનગરને સૌથી વધુ અસર
કચ્છ અને જામનગરને સૌથી વધુ અસર થવા પામી છે. અત્યાર સુધી રાજ્યમાં લમ્પી વાયરસના કારણે 2240 પશુઓના મોત થયા છે. જ્યારે 65 હજાર પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળ્યો છે. જેમાંથી 42 હજાર 565 પશુઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લામા પશુઓમાં લમ્પી વાયરસના કેસ જોવા મળ્યા છે.
118 તાલુકાના બે હજાર 463 ગામમાં લમ્પી વાયરસ પ્રસર્યો
અમદાવાદમાં માલધારી મહાપંચાયતની બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈએ કહ્યું હતું કે, કોરોનાની જેમ લમ્પીમાં પણ ગુજરાત સરકાર નિષ્ફળ રહી છે. અનેક ઠેકાણે ગૌવંશના મૃત્યુ થઈ રહ્યા છે. સરકાર વળતર નહીં આપે તો કોર્ટના દ્વાર ખખડાવાશે. તો બીજી બાજુ કોંગીના અન્ય ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે કહ્યું હતું કે, લમ્પી વાયરસને લઈને પશુપાલકોની સ્થિતિ દયનીય બની છે. જેથી મૃત્યુ પામેલા પશુ દીઠ એક લાખની સહાય આપવામાં આવે. સરકાર લમ્પી વાયરસને લઈને પુરતુ વેક્સિનેશન પણ કરી શકી નથી.