Gujarat

ગુજરાતની તિજોરીને 4000 કરોડનું નુકસાન

ગાંધીનગર : આજે ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા CAG (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ) ના માર્ચ 2024ના નાણાંકીય વર્ષના અંતિમ રિપોર્ટમાં રાજય સરકારના વિવિધ વિભાગોમાં ગંભીર નાણાંકીય ક્ષતિઓ અને વહીવટી બેદરકારીઓ સામે આવી છે. GST વસૂલાતથી લઈને પરિવહન અને વન વિભાગ સુધી, રાજય સરકારની તિજોરીને અંદાજિત 4000 કરોડનું નુકસાન, ઓછી વસૂલાતનો સામનો કરો પડયો છે.
​મુખ્ય વિભાગોમાં જોવા મળેલી ગંભીર ગેરરીતિઓ

1. નાણા વિભાગ (GST)
​GST ચુકવણી અને રિટર્ન ફાઈલિંગમાં દેખરેખના અભાવે અંદાજે ₹1,234.71 કરોડની વિસંગતતાઓ જોવા મળી છે.​ ઓડિટમાં 291 કેસોમાં કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન જોવા મળ્યું છે, જેમાં ₹2,606.62 કરોડની રકમ સંકળાયેલી છે.

2. બંદરો અને વાહનવ્યવહાર વિભાગ
​પરમીટ, ફિટનેસ સર્ટિફિકેટ અને પ્રદૂષણ નિયંત્રણ (PUC) વગર દોડતા વાહનોને કારણે સુરક્ષાનું જોખમ ઊભું થયું છે. ​VAHAN અને SARATHI એપ્લિકેશનમાં ડેટા એન્ટ્રીની ભૂલોને કારણે વાહનોનું ખોટું વર્ગીકરણ થતાં ટેક્સની ઓછી વસૂલાત થઈ છે.​ટોલ બૂથના ડેટા એનાલિસિસમાં બહાર આવ્યું છે કે અનેક વાહનો કાયદાનું ઉલ્લંઘન કરીને રસ્તા પર દોડી રહ્યા છે.

​3. મહેસૂલ વિભાગ
​જંત્રીના ખોટા દરો અને મિલકતના અવમૂલ્યન જેવી ભૂલોને કારણે સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ફીમાં કરોડોની ઓછી વસૂલાત થઈ છે.
ખોટા જંત્રીના દરોની અરજી અથવા તો વિસ્તારને ખોટી રીતે અપનાવવાના કારણે મિલકતના અવમૂલ્યનના કારણે 126 દસ્તાવેજોમાં 12.18 કરોડની સ્ટેમ્પ ડ્યૂટીઓછી વસૂલાઈ છે.
એક દસ્તાવેજની અંદર અનેક અલગ અલગ બાબતોને લગતા આઠ દસ્તાવેજોમાં 1.12 કરોડની સ્ટેમ્પ ડ્યૂટી અને 10.6 લાખની નોંધણી ફીની ઓછી વસૂલાત થઈ છે.
દસ્તાવેજના ખોટા વર્ગીકરણને કારણે બે દસ્તાવેજોમાં 66.26લાખની સ્ટેમ્પ ડ્યૂટી અને 2.54 લાખની નોંધણી ફીની વસૂલાત ઓછી થઈ છે.
​કૃષિની જમીનને જૂના કાર્યકાળમાં રૂપાંતરિત કરવાના કિસ્સામાં 173 કેસોમાં 55.16 કરોડના પ્રીમીયમની બિન – ઓછી વસૂલાત થઈ છે.
કૃષિથી બિન કૃષિ હેતુમાં જમીનના ઉપયોગમાં ફેરફાર કરવા અને સરાકરી જમીનનો આગોતરો કબ્જો આપતી વખતે 11 કિસ્સામાં 37.16 લાખના રૂપાંતર કરની બિન – ઓછી વસૂલાત થઈ છે.

4. માર્ગ અને મકાન વિભાગ
​ખોટી ગણતરીઓ અને કોન્ટ્રાક્ટરોને અપાયેલા અયોગ્ય બોનસને કારણે સરકારી તિજોરી પર કરોડોનો બોજ પડ્યો છે .11 કામોમાં ખોટી ગણતરીઓના કારણે 4.74 કરોડની વધુ ચુકવણી કરાઈ છે. વિભાગે પ્રોજેકટ પૂર્ણ કરવાની સમયરેખા લંબાવતા કોન્ટ્રાકટરને 2.40 કરોડની રકમ બોનસ ચૂકવ્યુ હતું. બે પ્રોજેકટમાં ટેન્ડરને અંતિમ સ્વરૂપ ન આપવાને કારણે 2.21 કરોડનો ખર્ચ વધ્યો હતો. વધુ વળાંકો પર રસ્તા પહોળા કરવાની જોગવાઈ કરી હતી. જેના કારણે 1.62 કરોડની ટાળી શકાય તેવી ચૂકવણી કરી હતી. માર્ગ મકાન વિભાગ ડિવીઝન – 1 ​સુરત એરપોર્ટ પર વીજળી ચાર્જની વસૂલાત ન થતા ₹83.05 લાખનું નુકસાન થયું છે. સોલાર ફોટો વોલ્ટેઈક સિસ્ટમને કાર્યરત બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં વિલંભને કારણે માર્ગ મકાન ઈલે. ડિવિઝન સુરતને 62.39 લાખનો ટાળી શકાય તેવો વીજળી ચાર્જ ચૂકવવો પડયો છે.

  1. વન અને પર્યાવરણ વિભાગ
    પર્યાવરણ મંત્રાલયની મંજૂરી વિના જંગલની જમીન ડાયવર્ટ કરવાના અને ઇકો-સેન્સિટિવ ઝોનમાં બિન-ખેતી પરવાનગીઓ આપવાના ગંભીર કિસ્સાઓ નોંધાયા છે.
    6 ગૃહ વિભાગ
    ગૃહ વિભાગે ડ્રગ્સ જપ્ત કર્યા પછી તેના સંગ્રહ માટે યોગ્ય વ્યવસ્થા કરી નહોતી. ડ્રગ્સના નિકાલના વિલંબના કિસ્સા પણ બન્યા છે. 590 કિસ્સામાં બંદોબસ્ત – એસ્કોર્ટ ચાર્જ ખોટા દરે વસૂલ કરાયો છે, જેના કારણે 2.51 કરોડની ઓછી વસૂલાત થઈ છે.
    7 ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ

ડેટ રેન્ટ અને રોયલ્ટીની માંગમાં વધારો ન થવાથી અને રોયલ્ટી અને વ્યાજનું અનુસૂચન ન થવાથી 12.92 કરોડની આવકનું નુકસાન થયું હતું.

CAG દ્વારા કરવામાં આવેલી મહત્વની ભલામણો

  • ડિજિટલ વેલિડેશન: VAHAN અને SARATHI પોર્ટલમાં ‘નોન-બાયપાસેબલ’ ઓટોમેટેડ વેલિડેશન સિસ્ટમ દાખલ કરવી.
  • ઈ-ડિટેક્શન: ટોલ પ્લાઝા પર આઈ-ડિટેક્શનનો લાભ લઈ એક્સપાયર ફિટનેસ અને પરમિટવાળા વાહનોને પકડવા રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવું.
  • કડક દેખરેખ: GST રજિસ્ટ્રેશન રદ કરવા અને ટેક્સ વસૂલાત માટે સમયમર્યાદાનું ચુસ્ત પાલન કરવું.
  • સેન્ટ્રલ મોનિટરિંગ: જપ્ત કરાયેલા વાહનોના નિકાલ માટે કેન્દ્રીય મોનિટરિંગ અને હરાજી સેલની સ્થાપના કરવી.

વિવિધ વિભાગોમાં થયેલ નુકસાન, ઓછી વસૂલાત અથવા વિસંગતતાઓના આંકડા

​૧. નાણા વિભાગ (GST અને અન્ય)

-૨૩૪.૭૧ કરોડ: ડેટા વિશ્લેષણ દરમિયાન નોંધાયેલી વિસંગતતાઓ/વિચલનોનું કુલ મૂલ્ય.
-૨ કરોડ: કાયદાની જોગવાઈઓમાંથી વિચલન જોવા મળ્યું હોય તેવા ૨૯૧ કેસો સાથે સંકળાયેલી કુલ રકમ.

૩ કરોડ: વિભાગ તરફથી પ્રતિસાદ ન મળ્યો હોય તેવી પાંચ મુખ્ય વિસંગતતાઓમાં સામેલ રકમ.

​૨. મહેસૂલ વિભાગ (જમીન અને સ્ટેમ્પ ડ્યૂટી)

-૨.૧૮ કરોડ: ખોટા જંત્રી દર અથવા વિસ્તારને કારણે ૧૨- દસ્તાવેજોમાં સ્ટેમ્પ ડ્યૂટીની ઓછી વસૂલાત.

  • ૧૨ કરોડ: સ્ટેમ્પ ડ્યૂટી અને ₹૧૦.૦- લાખ નોંધણી ફીની ઓછી વસૂલાત (આઠ દસ્તાવેજોમાં).
    -૨- લાખ: દસ્તાવેજોના ખોટા વર્ગીકરણને કારણે સ્ટેમ્પ ડ્યૂટીની ઓછી વસૂલાત.
    ​- ૧- કરોડ: ખેતીની જમીનને બિન-ખેતી (NA) માં રૂપાંતરિત કરવાના ૧૭૩ કિસ્સાઓમાં પ્રીમિયમની ઓછી વસૂલાત.

​૭.૧- લાખ: સરકારી જમીન પર કબજો આપતી વખતે રૂપાંતર કરની ઓછી વસૂલાત (૧૧ કિસ્સામાં).

​૩. માર્ગ અને મકાન વિભાગ (R&B)

​₹૪.૭૪ કરોડ: ૧૧ કામોમાં ખોટી ગણતરીઓ અને અયોગ્ય વસ્તુઓ માટે કરવામાં આવેલી વધુ ચુકવણી.

  • ૪૦ કરોડ: પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં વિલંબ છતાં કોન્ટ્રાક્ટરને ચૂકવવામાં આવેલું અયોગ્ય બોનસ.
  • ૨૧ કરોડ: ટેન્ડરોને અંતિમ સ્વરૂપ આપવામાં વિલંબ થવાને કારણે થયેલો વધારાનો ખર્ચ.
    -૨ કરોડ: રસ્તા પર જરૂરિયાત કરતા વધુ વળાંકો આપવાને કારણે થયેલો વધારાનો ખર્ચ.
  • ​૮૩.૦- લાખ: સુરત એરપોર્ટ પર ખાનગી પક્ષો પાસેથી વસૂલવાનો બાકી વીજળી ચાર્જ.

​૪. વન અને પર્યાવરણ વિભાગ

.૧- કરોડ: જંગલની જમીનના ખોટા વર્ગીકરણને કારણે ‘નેટ પ્રેઝન્ટ વેલ્યુ’ (NPV) ની ઓછી વસૂલાત.

૯૪ કરોડ: વળતર વનીકરણ (Compensatory Afforestation) માટેની ઓછી વસૂલાત.

5 ગૃહ વિભાગ

​- 2.51 કરોડ – 610 કિસ્સાઓમાં બંદોબસ્ત – એસ્કોર્ટ ચાર્જ ખોટા દરે વસૂલવાને કારણે થયેલ નુકસાન

6 ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ

2.92 કરોડ – ડેડ રેન્ટ અને રોયલ્ટીની માંગમાં વધારો ન થવાને કારણે આવકને થયેલું નુકસાન

Most Popular

To Top