હાલમાં જ ગુજરાત સરકારનાં અધિકારી એ ગુજરાતની માથાદીઠ આવક ૩ લાખને પાર ગઈ એવા આંકડા આપ્યા. એક પરિવારમાં ૩ થી ૪ વ્યક્તિ ગણીએ તો કુટુંબની વાર્ષિક આવક ૯ થી૧૨ લાખ થઈ કહેવાય. જે આવક ૭૦ થી ૮૦ ટકા ગરીબો, નિમ્ન મધ્યમવર્ગના લોકોને ગળે ઉતરે એમ નથી. માથાદીઠ આવક એટલે ગુજરાતની કુલ ઉત્પાદન આવકને કુલ વસ્તી વડે ભાગવામાં આવે છે. ગુજરાત સરકારના આંકડા લઈએ તો લાખો પરિવારો પાસે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા હેઠળ રાશનકાર્ડનાં મફત અનાજ ઉપર નભે છે, તેવા કુટુંબની વાર્ષિક આવક ૧.૫ લાખથી ઓછી હોય તો જ લાભ મળે.
આયુષ્યમાન કાર્ડનો લાખો પરિવારો લાભ લે છે, તેવા પરિવારની આવક ૪ લાખથી ઓછી હોય તો જ લાભ મળે. આ બધા આંકડા સાથે ૩ લાખની આવક બંધ બેસતી નથી. રાજ્યના સીમાંત ખેડુતો, ખેતમજૂરો, કારખાનામાં મજૂરો, અસંગઠિત ક્ષેત્રના કામદારો, ખાનગી સ્કૂલના શિક્ષકો, લારી ગલ્લા વાળાઓ, પાથરણાવાળાઓની માસિક આવક ૧૦ થી ૧૫ હજાર વચ્ચે જ છે. ગુજરાત ઔદ્યોગિક રાજ્ય હોવાથી કુલ ઉત્પાદન આવક વધુ હોય શકે, પરંતુ ૭૦ થી ૮૦ ટકા લોકો પાસે વધુ આવક ભાગમાં આવતી નથી.
કીમ- પી.સી.પટેલ. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.