‘દોઢ સદી પાર નવી સદીઓ માટે તૈયાર’અપાર માહિતીઓ, વિવિધ વિષય, સમાચારોની સટિક જાણકારી, અઢળક સાહિત્ય સર્જકોની કલમના માવજતકાર એવાં દક્ષિણ ગુજરાતનાં એકમાત્ર અખબાર ગુજરાતમિત્ર તો પ્રખર પ્રહરી છે. આપણા પોતીકા અખબાર ગુજરાતમિત્ર દૈનિકની ચર્ચાપત્રની બે-બે કોલમે જાહેર ફરિયાદો હોય કે સાંપ્રત સમયની સમસ્યાઓ, સાર્વજનિક નડતરરૂપ બાબતો અંગે વિના વિલંબે સ્થાન મળ્યું છે. વાચકોની નજરે સામાન્ય ગણાતા ચર્ચાપત્રને પણ અગત્યનાં સમાચાર ગણ્યાં છે.
ચર્ચાપત્રીઓએ કરેલી રજૂઆતોને એમના લખ્યાનાં થોડાં સમયમાં જ સુખદ ઉકેલ મળ્યાનો આનંદ કહો કે કલમનું જોર! કંઈક કેટલાય નામી-અનામી પુરુષો અને મહિલાઓની જાહેર ચર્ચાને પત્ર સ્વરૂપે તંત્રી પાને જ- જાણે એક સહતંત્રીની કક્ષા એ સ્પષ્ટ સ્થાન આપી એકથી અનેક નવોદિત લેખકોને સ્થાપિત લેખક તરીકે નામના અપાવવામાં ગુજરાતમિત્ર દૈનિક ખરેખર અજોડ અને મોખરે છે. ઘણાખરા ચર્ચાપત્રીઓ એમના વિચારપત્રોને ચર્ચાપત્રની કોલમથી આગળ વધારીને પોતાની કોલમનાં રાઈટર બન્યાનાં પણ અનેક કિસ્સાઓ જાણીતા છે.
સુરત – પંકજ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.