Charchapatra

ગુજરાતી ભાષાને પ્રાધાન્ય

ગુજરાતી ભાષા માટે સરકારે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના પરિપત્ર  મુજબ ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપવા સરકારી સૂચના, માહિતીવાળાં બોર્ડ ગુજરાતીમાં રાખવાં પડશે. સરકારી વિભાગો, સાર્વજનિક સ્થળો પર ગુજરાતીને પ્રાધાન્ય અપાશે. સિનેમા હોલ, નાટ્યગૃહ, શાળા-કોલેજ, હોટેલ-રેસ્ટોરન્ટના બોર્ડ ગુજરાતીમાં ફરજિયાત રહેશે. પ્રથમ તબક્કામાં આઠ મહાનગરોમાં અમલી બનશે. આજે જ્યારે ખોટી જોડણી અને વ્યાકરણની ભૂલોની વચ્ચે ગુજરાતી ભાષાને બચાવવાના પોકાર છે, તો બીજી તરફ ભાષાનું પ્રભુત્વ વધે તે માટે સરકારનો આ નિર્ણય આવકારદાયક છે. અહીં સાચી જોડણીનો આગ્રહ રાખીને કાર્ય થશે તો સોનામાં સુગંધ ભળશે.
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top