24મી ઓગસ્ટે કવિનર્મદનો જન્મ દિવસ વિતી ગયો. વિશ્વમાં સાત કરોડથી વધુ લોકો ગુજરાતી ભાષા બોલનારા છે. પરંતુ આપણામાં ભાષાભિમાન નથી. બે અજાણ્યા ગુજરાતી એકબીજાને મળે તો અંગ્રેજી કે હિન્દી ભાષામાં વાત કરે છે. આવું બંગાળી કે મરાઠી બોલતા લોકો કયારેય ના કરે. લતામંગેશકર, સચિન તેંડુલકર કે માધુરી દિક્ષિત આંતરરાષ્ટ્રીય સમારંભોમાં પણ મરાઠીમાં બોલે છે. કારણ વગર પર ભાષામાં બોલતા લોકો કૃત્રિમ લાગે છે. જયારે માતૃભાષામાં બોલે છે ત્યારે એ દીપી ઉઠે છે. ગુજરાતી ભાષાનો એક હજાર વર્ષનો સુદીર્ધ ઇતિહાસ છે.
ગૂર્જર સામ્રાજ્યનો વિસ્તાર એટલે ગૂર્જરાત અને ક્રમશ: એમાંથી થયુ ગુજરાત અને એની ભાષા તે ગુજરાતી જે મૂળ સંસ્કૃત, પ્રાકૃત, સૌરસેની પ્રાકૃત, પશ્ચિમની રાજસ્થાની જૂની ગુજરાતી અને આધુનિક ગુજરાતી એમ ગૌરવશાળી રીતે વિકસી છે. નરસિંહ મીરાં જેવા ભકતો, જૈન કવિઓની આરાધના, પારસીઓનાં ખટમીઠ્ઠા શબ્દો, પ્રેમાનંદની ગુજરાતી, દયારામની ગરબી, ભગવાન સ્વામી નારાયણને દયાનંદનું ભકિત સાહિત્ય, ઉમાશંકરની કાવ્યબાની,થી લઇ ગાંધીની વૈષ્ણવજનની પરિભાષાવાળી ગુજરાતીને હાલની વોટસપનો વૈભવ વધારતી ગુજરાતી અહો, અદ્દ, વૈભવશાળી છે.
બામણિયા – મુકેશ બી. મહેતા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.