આકાશવાણી ની એક ભાષા એક કેન્દ્ર ની કેન્દ્રવર્તી નીતિ ને કારણ આપી આકાશવાણી મુંબઈ થી મિડિયમ વેવ સંવાદિતા ચેનલ જે કોસ્મોપોલિટન ચેનલ હતી જે અંતર્ગત સવારે, બપોરે અને સાંજે રજૂ થતા ગુજરાતી કાર્યક્રમો, શોર્ટ વેવ પર રજૂ થતું વિદેશ વસતા ગુજરાતીઓ માટે નું પ્રસારણ તેમજ એફ એમ ગોલ્ડ ચેનલ પર એક કલાક માટે રજૂ થતાં ગુજરાતી કાર્યક્રમો એકાએક બંધ કરી દેવામાં આવ્યા હતા અને તે કારણે સુજ્ઞ ગુજરાતી શ્રોતાઓ માં નિરાશા પેદા થઈ હતી અને ચિંતા પણ પેદા થઈ હતી કે સુગમ બિનફિલ્મી અને ફિલ્મી સંગીત તથા ગુજરાતી વક્તાઓ ની વિશેષ મુલાકાતો નો સંગ્રહ જળવાશે કે ગમે ત્યારે તેને બિન ઉપયોગી ગણી થોડા લાંબા સમય બાદ બધાનો નાશ થઈ જશે જે શું?
પણ ફૂલ નહીં તો ફૂલ ની પાંખડી રૂપે પણ ફક્ત એફ એમ ગોલ્ડ મુંબઈ થી રોજ નું એક કલાક નું પ્રસારણ, જે બન્ધ થયું ત્યારે ૪૫ મિનિટ નું હતું , તે ફરી એક કલાક માટે શરૂ થઈ ગયું છે. અને તે મોબાઈલ એપ દ્વારા પૂરી દુનિયા માં સાંભળી શકાય છે. જે આનંદ ની વાત છે. હાલ આકાશવાણી નાં પ્રસારણો માં ઘણાં ગળે નહીં ઉતરે એવા ફેરફારો થયા છે એટલે આટલું પણ ગયેલું પાછું મળે તેનો આનંદ કોને નહીં હોય . વિશેષ વાત એ છે કે આકાશવાણી નાં કાર્યક્રમો માં શ્રોતાઓ ની ભાગીદારી, સમગ્ર રીતે બંધ તો નહીં , પણ ઘણી મર્યાદિત થઈ છે ત્યારે આ ચેનલ શ્રોતાઓ નાં અભિપ્રાયો ને શક્ય એટલા ધ્યાન માં લે છે. આકાશવાણી મુંબઈ ને વિનંતી કે ગ્રામોફોન રેકર્ડ કે મેગ્નેટિક ટેપ માં સંગ્રાહેલી જે પણ ગુજરાતી રચનાઓ કે મુલાકાતો કમ્પ્યુટર માં લેવાઈ નહીં હોય તેને પણ પૂર્ણ રીતે સાચવીને પ્રસારણ માં શામેલ કરે.
સુરત – પિયુષ મહેતા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.