Gujarat

રાજ્યમાં હવે ઠંડી વધશે: નલિયા 11 ડિગ્રીએ ઠંડુગાર, સુરતમાં પારો 21 ડિગ્રી

ગાંધીનગર: (Gandhinagar) વેસ્ટર્ન ડિસ્ટબન્સની ટ્રફ રેખા ગુજરાત (Gujarat) વચ્ચેથી પસાર થઈ રહી છે, જે પશ્વિમી અરબ સુધી ખેંચાયેલી છે. જયારે પૂર્વીય – ઉત્તર – પૂર્વીય પવન ચાલી રહ્યો છે. જેના પગલે આગામી સાત દિવસ દરમ્યાન ઠંડીનું જોર રહેશે.

  • હવે ઠંડી વધશે , નલિયામાં 11 ડિગ્રીએ ઠંડુગાર, જ્યારે સુરતમાં 21 ડિગ્રીએ સૌથી ઓછી ઠંડી
  • આગામી સાત દિવસ દરમ્યાન ઠંડીનું જોર રહેશે, ઉત્તર પૂર્વીય પવન ઠંડી વધારશે

આજે દિવસ દરમ્યાન રાજયમાં કચ્છના નલિયામાં ઠંડી વધવા સાથે 11 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા હવે માવઠાની આગાહી કરાઈ નથી. આજે સાંજ પછી આકાશ લગભગ કલીયર થઈ જવા પામ્યુ હતું. ઉત્તર – પૂર્વીય પવનની અસર હેઠળ રાજયમાં ઠંડી વધવાની સંભાવના રહેલી છે.

અમદાવાદના એરપોર્ટ કેમ્પસમાં આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 17 ડિ.સે., ડીસામાં 14 ડિ.સે., ગાંધીનગરમાં 15 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 15 ડિ.સે., વડોદરામાં 16 ડિ.સે., સુરતમાં 21 ડિ.સે.,ભૂજમાં 15 ડિ.સે., નલિયામાં 11 ડિ.સે., કંડલા પોર્ટ 17 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 14 ડિ.સે., અમરેલીમાં 16 ડિ.,સે., ભાવનગરમાં 17 ડિ.સે. અને રાજકોટમાં 15 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 15 ડિ.સે., કેશોદમાં 16 ડિ.સે. લધુત્તમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.

Most Popular

To Top