ગાંધીનગર : આજે ગુજરાત (Gujarat) વિધાનસભામાં ધારાસભ્યો અને મીડિયા કર્મીઓ માટેના મેડિકલ કેમ્પનો (Mediacal Camp) વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. આ મેડિકલ કેમ્પનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, પ્રવર્તમાન જીવનશૈલીને જોતા નિયમિત આરોગ્ય તપાસ જરૂરી બની રહી છે. 3 P (પોલીસ, પત્રકાર અને પોલિટિસિયન્સ) રાઉન્ડ ધ કલોક પ્રજા કલ્યાણની મહત્વની કામગીરી કરતા હોય ત્યારે તેમણે તણાવમુક્ત રહેવા માટે નિયમિત આરોગ્ય તપાસ કરાવીને જરૂરી સારવાર મેળવવી જોઈએ.
બ્લડ ટેસ્ટ, ઇ.સી.જી તપાસ સાથે સ્કીન, ઓર્થોપેડિક, ઇએનટી સહિતના વિભાગની ઓ.પી.ડી. સેવા, આયુર્વેદિક તપાસની સેવા આ કેમ્પમાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી..