સુરત: સુરત (Surat) ગ્રામ્ય એલ. સી. બી (LCB) પોલીસને લાકડાના રોલની આડમાં વિદેશી દારૂ (Alcohol) ગુજરાતમાં (Gujarat) ધૂસાડવાનો બુટલેગરનો કીમિયોને ઉઘાડું પાડવામાં મોટી સફળતા મળી છે. કામરેજ (Kamrej) નેશનલ હાઇવે નંબર 48 (NH 48) પર કન્ટેનરનો ડ્રાઇવર બદલાવવા જતા કન્ટેનર ઝડપાયું હોવાનું સામે આવ્યું છે. રૂપિયા 12.86 લાખનો દારૂ દમણથી (Daman) કન્ટેનર મારફતે અમદાવાદ તરફ ઇ જવાતો હતો. પોલીસે વિદેશીદારુ અને કન્ટેનર મળી 36.97 લાખના મુદામાલ સાથે બેને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.
એલ.સી. બી પોલીસે જણાવ્યું હતું કે આખું ઓરેશન બાતમીના આધારે પાર પાડવામાં આવ્યું હતું. કન્ટેનર માંથી 9840 દારૂની બોટલ મળી આવી હતી જેની કિંમત 12.86 લાખ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ગુજરાતમાં દારૂબંધી નો કડક કાયદો છતાં બુટલેગરો બેખોફ ગુજરાતમાં દારૂ ધૂસાડી હેરાફેરી કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બે ને ઝડપી પાડ્યા છે જ્યારે બેને વોન્ટેડ જાહેર કર્યા છે. દમણ થી વિદેશી દારૂ ભરી અમદાવાદ જતો કન્ટેનર કામરેજ નજીક થી એલ. સી. બીએ ઝડપી પાડ્યું છે. આગળની તપાસ ચાલી રહ્યું છે.