Gujarat

કાળઝાળ ગરમી માટે તૈયાર રહો: ગુજરાતમાં 8 તારીખ સુધી યલો એલર્ટ, પારો 42 ડિગ્રી સુધી ઉંચકાશે

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં (Gujarat) 8 મે સુધી હિટવેવની (Hit Wave) આગાહી કરવામાં આવી છે. 5 થી 8 મે સુધી દિવસનું તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી જેટલું વધી શકે છે. સાથે જ સુરતમાં રવિવારે હીટવેવની સંભાવના સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે શહેરીજનોને કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવાની ચેતવણી આપવામાં છે. રાજ્યના અનેક શહેરોમાં 6,7 અને 8 નાં રોજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દીવ તેમજ કચ્છમાં હિટવેવની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ત્રણ દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જઈ શકે છે. તા. 6,7 અને 8 નાં રોજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ સહિત પોરબંદર, ગીર સોમનાથ અને ભાવનગરમાં હિટવેવની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. અહીં તાપમાનનો પારો 42 ડિગ્રી પણ જઈ શકે છે. સુરતમાં પણ રવિવારે હિટવેવની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં દરિયા કિનારાનાં વિસ્તારોમાં ગરમ તેમજ ભેજવાળું હવામાન રહેવાને કારણે લોકોને ગરમીથી બચવાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર તેમજ દમણમાં ગરમ અને ભેજવાળા હવામાનની ચેતવણી આપવામાં આવી છે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દીવ તેમજ કચ્છમાં હિટવેવની શક્યતા છે.

અમદાવાદ અને સુરતમાં રવિવારે 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રવિવારનો દિવસ હોવાને કારણે તેમજ અસહ્ય ગરમીને કારણે લોકોએ દિવસે બહાર નિકળવાનું ટાળ્યું હતું. સુરતના રસ્તાઓ સુનસાન દેખાઈ રહ્યાં હતા. બીજી તરફ સુરત પ્રશાસને પણ લોગોને ગરમીથી બચવા માટે વિવિધ ઉપાય કરવા અને સાવચેતી રાખવા જણાવ્યું છે.

Most Popular

To Top