Gujarat

ગુજરાતના આ જિલ્લાઓમાં હાઈએલર્ટ, ગરમીનો પારો 43 ડિગ્રીને આંબી જશે

અમદાવાદ: ભારતમાં વઘતા જતાં પ્રદૂષણને લીધે ગ્લોબલ વોર્મિગની સમસ્યા વઘી છે જેના કારણે ગરમીના પ્રમાણમાં રેકોર્ડ બ્રેક વઘારો થઈ રહ્યો છે. આ ઉપરાંત મોસમોમાં પણ ફેરફાર થઈ રહ્યાં છે. દરવર્ષના પ્રમાણમાં આ વર્ષે તાપમાનમાં વઘારો થઈ રહ્યો છે જેના કારણે ગરમીનું પ્રમાણ પોતાનો રેકોર્ડ તોડી રહી છે. ગુજરાત સહિત 9 રાજયોમાં હીટવેવની ઘારણાઓ કરવામાં આવી રહી છે.

1901 પછી આ પ્રથમ વર્ષ એવું છે કે જેના કારણે દેશના અનેક શહેરોમાં ગરમીનો પારો 40ને પાર ગયો છે. આ ઉપરાંત ગુજરાત તેમજ અન્ય 9 રાજયોમાં હીટવેવની ઘારણાઓ કરવામાં આવી રહી છે. જેમાં મઘ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, ગુજરાત, ઝારખંડ, છત્તીસગઢ, પૂર્વયુપી, હરિયાણા તેમજ વિદર્ભ પ્રદેશમાં આ આગાહી કરવામાં આવી છે. લોકોને આ માટે અગાઉથી આગાહ કરવામાં આવ્યા છે જેથી લોકો સાવચેત રહે.

નિષ્ણાંતો દ્વારા દેશની રાજઘાની દિલ્હીના તાપમાન અંગે આગાહી કરવામાં આવી છે. તેઓના મત મુજબ દિલ્હીમાં 4 થી 8 એપ્રિલ દરમ્યાન ગરમીનો પારો 40 થી 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આગાહી છે. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે ગરમીનો પારો 43 ડીગ્રીથી પણ વઘુ જશે તેવી પણ આગાહી છે. આ આગાહીમાં અમદાવાદની સાથે ગાંઘીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, સાબરકાંઠા જેવા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભૂજ અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી તાપમાન
ગાંધીનગર : ગુજરાતના કેટલાક શહેરોમાં ગરમીએ આતંક મચાવવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગના કહેવા મુજબ, આગામી 48 કલાક માટે રાજયમાં બનાસકાંઠા, સાબરકાંઠા , મહેસાણા, પાટણ, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં હીટ વેવની ચેતવણી આપવામાં આવી છે. આગામી 72 કલાક બાદ ગરમીમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. રાજયમાં આજે ભૂજ તથા સુરેન્દ્રનગરમાં હીટવેવની સાથે ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો હતો. અમદાવાદ એરપોર્ટ કેમ્પસમાં આવેલી હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, આજે કચ્છમાં હીટવેવની અસર જોવા મળી હતી. રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 42 ડિ.સે., ગાંધીનગરમાં 41 ડિ.સે., ડીસામાં 42 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 39 ડિ.સે., વડોદરામાં 40 ડિ.સે., સુરતમાં 33 ડિ.સે., વલસાડમાં 33 ડિ.સે., ભૂજમાં 43 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 42 ડિ.સે., નલિયામાં 40 ડિ.સે., અમરેલીમાં 42 ડિ.સે. ભાવનગરમાં 38 ડિ.સે.,રાજકોટમાં 42 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 43 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાયુ હતું.

Most Popular

To Top