સુરત: (Surat) સુરત સહિતના ગુજરાતના (Gujarat) પેસેન્જરોને (Passengers) ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે (Railway) ભારત ગૌરવ ટ્રેન દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા ટ્રેન દોડાવશે. આ ટ્રેનની યાત્રા તા. 14 નવેમ્બરે શરૂ થશે અને 23મી નવેમ્બર 2023ના દિવસે પૂર્ણ થશે.
- આ દિવાળીમાં દક્ષિણનો આરામદેહ પ્રવાસ કરવા માંગતા પ્રવાસીઓ આનંદો: પશ્ચિમ રેલવેએ પ્રવાસીઓ તૈયાર કર્યું ખાસ ટૂર પેકેજ
- રાજકોટ,સાબરમતી,વડોદરા,સુરત સહિતના સ્ટેશનોથી પેસેન્જરો ટ્રેનમાં ચઢી શકશે અને ઉતરી શકશે
- સુરત સહિતના ગુજરાતના પેસેન્જરો માટે પશ્ચિમ રેલવે ભારત ગૌરવ ટ્રેન દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા દોડાવશે
રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર દિવ્ય દક્ષિણ દર્શન યાત્રામાં વ્યક્તદીઠ સ્લીપર ક્લાસના રૂપિયા 20,900, થર્ડ એસીના 34,000 અને સેકન્ડ એસીના 41,500 રૂપિયા ખર્ચ થશે. તેમાં રહેવા-ખાવાનો ખર્ચ આવી જશે. આ ટ્રેનની સફર રાજકોટથી શરૂ થશે. આ ટ્રેનમાં પેસેન્જરો રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, વડોદરા અને સુરતથી બેસી શકશે. ત્યારબાદ ટ્રેન રેણીગુંટા સ્ટેશને થોભશે. ત્યાંથી તિરૂપતિ બાલાજીના દર્શને લઈ જવાશે. રાત્રિ રોકાણ તિરૂપતિમાં કરવામાં આવશે. ત્યાર બાદ બીજા દિવસે પદ્માવતી મંદિરમાં દર્શન કરીને રાત્રે મદુરાઈ માટે ટ્રેન રવાના થશે. મદુરાઈથી બસમાં રામેશ્વરમમાં આગમન, ત્યાંથી રામનાથ સ્વામી જ્યોતિર્લિંગ મંદિરના દર્શન, રામેશ્વરમમાં રાત્રી રોકાણ કરાશે. બીજા દિવસે રામેશ્વરમથી મદુરાઈ અને ત્યાંથી મીનાક્ષી મંદિરે દર્શનની મુલાકાત રહેશે. બાદમાં ટ્રેન નાગરકોઈલ(કન્યાકુમારી) અને પછી ત્રિવેન્દ્રમ પહોંચશે. ત્રિવેન્દ્રમમાં પદ્મનાભ સ્વામી મંદિરે દર્શન કરવામાં આવશે. ત્યાંથી પરત ગુજરાત માટે 22 મી તારીખે ટ્રેન ગુજરાત માટે રવાના થશે. જે સ્ટેશનથી પેસેન્જરો બેઠા હતા તેજ સ્ટેશનો પર પેસેન્જરો ઉતરી શકશે. આ પેકેજમાં બંને સમય જમવાનું બ્રેકફાસ્ટ, ચા-કોફી, રેલ નીરની પાણી, મુસાફરો માટે વીમો રહેશે. દરેક કોચમાં સુરક્ષા પણ રહેશે. રાત્રિ રોકાણ હોટલમાં થશે. જેનો પેકેજમાં સમાવેશ છે.
- વ્યક્તદીઠ સ્લીપર ક્લાસના 20,900 રૂપિયા
- થર્ડ એસીના 34.000 રૂપિયા
- સેકન્ડ એસીના 41,500 રૂપિયા
- યાત્રા 14 નવેમ્બરથી 23 નવેમ્બર 2023 સુધી રહેશે
- આ પેકેજમાં રહેવા-જમવાનો ખર્ચ આવી જશે