Gujarat

હવે ગુજરાતના ગામો પણ બનશે સ્માર્ટ, દેશમાં સૌપ્રથમ ગુજરાતમાં લોન્ચ કરાયો સ્માર્ટ વિલેજનો કોર્સ

ગુજરાત: ભારતમાં (India) હવે શહેરોની સાથે સાથે ગામડાનો (Village) પણ વિકાસ થવો જોઈએ એ અંગેની વાત પ્રધાનમંત્રી (PM) નરેન્દ્ર મોદીએ કરી છે. તેઓએ જણાવ્યું કે દેશમાં સ્માર્ટ વિલેજ બનાવવા સરકાર (Government) પણ પ્રયત્નશીલ છે. પરંતુ હવે આ અંગેની શરૂઆત ગુજરાતથી (Gujarat) થશે તેવી માહિતી મળી આવી છે. ગુજરાતીઓ માટે આ વાત ખૂબ જ ગર્વની છે. કારણકે ગુજરાતમાં રહીને જ લોકો જાણી શકશે કે સ્માર્ટ વિલેજ કેવું હોવું જોઈએ. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતની કોલેજમાં સ્માર્ટ વિલેજ કેવી રીતે બનાવવું તે શીખવાડવામાં આવશે. સ્માર્ટ અને ડિજિટલ શહેરોની જેમ ડિજિટલ ગામ કેવી રીતે બનાવી શકાય તેમજ કેવા હોવા જોઈએ તે અંગેનો અભ્યાસ દેશમાં સૌ પ્રથમવાર મહેસાણામાં કરી શકશે. દેશમાં સૌ પ્રથમવાર એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસક્રમ સાથે ‘એડિશનલ માઈનોર – નેક્સ્ટ જનરેશન સ્માર્ટ વિલેજ’ નામનો કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે.

  • ભારતના ગામો પણ સ્માર્ટ થશે જેની શરૂઆત ગુજરાતના મહેસાણાથી થશે
  • GTU સંલગ્ન મહેસાણાની ગુજરાત પાવર એન્જિનિયિંગ કોલેજમાં આ માટે ખાસ કોર્સ ડિઝાઈન કરવામાં આવ્યો
  • સ્માર્ટ વિલેજ કેવું હોવું જોઈએ તે કોલેજમાંથી પણ શીખવા મળશે

સમગ્ર વિશ્વ ગામોને સ્માર્ટ બનાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યું છે. ત્યાં હવે ભારતના ગામો પણ સ્માર્ટ થશે જેની શરૂઆત ગુજરાતના મહેસાણાથી થશે. ગ્રામ્ય વિસ્તારમાં લોકોની મુખ્ય સમસ્યા બેરોજગારી અંગેની હોય છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો શહેર તરફ વળ્યા છે. આ સમસ્યાનો નિવેળો લાવવા માટે ગુજરાતના મહેસાણાના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ એક અનોખો ઉકેલ રજૂ કર્યો છે. GTU સંલગ્ન મહેસાણાની ગુજરાત પાવર એન્જિનિયિંગ કોલેજમાં આ માટે ખાસ કોર્સ ડિઝાઈન કરવામાં આવ્યો છે. જો આવા ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેર જેવી સુવિધાઓ ગ્રામ્ય કક્ષાએ જ મળી જાય તો આ સમસ્યાનો હલ નીકળી શકે છે.

દેશમાં સ્માર્ટ વિલેજ બનાવવા સરકાર પ્રયત્નશીલ છે. તો હવે સ્માર્ટ વિલેજ કેવું હોવું જોઈએ તે કોલેજમાંથી પણ શીખવા મળશે. GTU સંલગ્ન મહેસાણાના મેવડ નજીક આવેલ ગુજરાત પાવર એન્જિનિયરિંગ કોલેજમાં દેશમાં સૌ પ્રથમવાર એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસક્રમ સાથે ‘એડિશનલ માઈનોર – નેક્સ્ટ જનરેશન સ્માર્ટ વિલેજ’ નામનો કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે. આ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓને સ્માર્ટ વિલેજ કેવી રીતે તૈયાર કરી શકાય તે શીખવાડવામાં આવશે.

Most Popular

To Top