Business

ત્રણ રોબોટ આગની જોખમી સ્થિતિમાં, પહાડ અને છીછરા પાણીમાં મદદ કરશે

ગાંધીનગર: જીએસપીસી ફક્ત એક જ ક્ષેત્રમાં નહીં, પરંતુ વિવિધ ક્ષેત્રોમાં ટીમવર્ક અને કો-ઓર્ડિનેશન સાથે પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે. જેના પરિણામે શુક્રવારે આ ત્રણ ફાયરફાઇટિંગ રોબોટ તેમજ બે એમ્બ્યુલન્સને સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને સોંપણી કરવું શક્ય બન્યું છે. આ રોબોટ્સને અમદાવાદ, સુરત તેમજ વડોદરા ખાતે ફળવાયા હતા.

ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે જીએસપીસીએ તેલ અને ગેસના સંશોધન અને ઉત્પાદન સાથે સંકળાયેલી GSPC ગ્રુપની મુખ્ય સંસ્થા છે. ગુજરાત સીએસઆર ઓથોરિટી (GSCRA)એ ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત પ્લેટફોર્મ છે, જે જાહેર અને ખાનગી ક્ષેત્રની કંપનીઓને સીએસઆર ફંડનો મહત્તમ ઉપયોગ કરવામાં મદદ કરે છે અને રાજ્યના કલ્યાણ અને સુખાકારીમાં પણ યોગદાન આપે છે. આ ઉપરાંત, GCSRA અન્ય કંપનીઓ અને પ્રાઇવેટ સેક્ટર યુનિટ્સને CSR વ્યૂહરચના તેમજ વાર્ષિક યોજનાઓના વિકાસમાં પણ મદદ પૂરી પાડે છે.

બીજા પ્રોજેક્ટમાં ત્રણ મિનિમાઇઝ્ડ અને કન્વિનિયન્ટ ક્રાઇસિસ રિસ્પોન્ડર રોબોટ્સ એટલે કે ન્યૂનતમ અને કટોકટીના સમય માટે અનુકૂળ પ્રતિક્રિયા આપતા રોબોટ્સ આપવામાં આવ્યા છે, જે અગ્નિશામક દળો (ફાયરફાઇટર્સ)ને એલિવેટેડ સ્ટ્રક્ચરમાં લાગેલી આગ સામે લડવામાં મદદ કરે છે, ખાસ કરીને અતિશય જોખમી પરિસ્થિતિમાં ખૂબ જ મદદરૂપ બનશે. આ રોબોટ્સ પહાડ ઉપર તેમજ છીછરા પાણીમાં પણ જઈ શકે છે અને ૧૦૦ કિલોગ્રામનો પેલોડ વહન કરી શકે છે.

Most Popular

To Top