Gujarat

સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ

ગાંધીનગર: ચોમાસાની મોસમમાં પહેલી વખત બંગાળના અખાત પરથી સરકીને ગુજરાત પર લો પ્રેશર સિસ્ટમ આવી પહોંચી છે, જેના પગલે આજે દક્ષિણ ગુજરાતમાં આભ ફાટયું હોય તેમ ઉમરપાડામાં 14 ઈંચ કરતાં વધુ વરસાદ થયો હતો. જયારે આગામી 48 કલાક માટે આ જ લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ , સુરત, નવસારી, વલસાડ અને દમણ – દાદરા નગર હવેલી , જુનાગઢ , અમરેલી, ભાવનગર , ગીર સોમનાથ અને દીવમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરાયું છે. જયારે રાજયના અન્ય ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.

  • ભરૂચ અને નર્મદામાં અનરાધાર વરસાદ, ઉમરપાડામાં આભ ફાટયું: 14 ઈંચ વરસાદ
  • બંગાળના અખાત પરથી સરકીને ગુજરાત તરફ આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરાયું

લો પ્રેશરની અસર હેઠળ આગામી તા.20મી જુલાઈ સુધીમાં ભારે વરાસદની આગાહી કરાઈ છે. બીજી તરફ રાજય સરકારે દક્ષિણ ગુજરાતમાં જરૂર પડયે એનડીઆરએફની ટીમોને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. જરૂર પડયે બચાવ રાહત કામગીરી શરૂ કરી શકાય.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજયમાં આજે સાંજે છ વાગ્યા સુધીમાં રાજયમાં સરેરાશ 158 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો છે. જેમાં ફમરપાડામાં 14 ઈંચ , નેત્રંગમાં 7.5 ઈંચ , ગરૂડેષશ્વરમાં 6 ઈંચ , નાંદોદમાં 5.2 ઈંચ , તિલકવાડામાં 3.5 ઈંચ, ગોધરામાં 3 ઈંચ , વડોદકરાના શીનોરમાં 2.6 ઈંચ , આણંદમાં 2.5 ઈંચ , રાધનપુરમાં 2.2 ઈંચ , હિમ્મતનગરમાં 2 ઈંચ , સાબરકાંઠાના વિજયનગરમાં 2 ઈંચ જેટલો વરસાદ થયો છે. જયારે એકંદરે રાજયમાં 39 તાલુકાઓ એવા છે કે જયાં 1થી 14 ઈંચ જેટલો વરસાદ થયો છે.

દક્ષિણ ગુજરાત માટે 48 કલાક ભારે
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિતના કેટલાંક જિલ્લાઓ માટે આાગમી 48 કલાક માટેનું રેડ એલર્ટ જારી કર્યુ છે, જેના પગલે આગામી 48 કલાક ભારે પુરવાર થઈ શકે છે. ચોમાસાની મોસમમાં પહેલી વખત બંગાળના અખાત પરથી મજબૂત લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આવી ચૂકી છે. આજે દક્ષિણ ગુજરાતમાં થયેલો ભારે વરસાદ તેની અસર હેઠળ થયો છે. આ સિવાય ગુજરાતના તમામ જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં આગામી સાત દિવસ વિવિધ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થશે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને બે દિવસ બાદ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું કે, ઑફશોર ટ્રફ, સાયકલોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ , બંગાળના અખાત પરથી આવેલી લો પ્રેશ સિસ્મટ સક્રિય થતા રાજ્યમાં અતિ ભારે વરસાદ આવશે. આ માટે સમગ્ર રાજ્મયાં 48 કલાક માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે.

Most Popular

To Top