ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં (Gujarat) આજે રવિવારે સર્વત્રિક વરસાદ (Rain) થયો છે. જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાત , સૌરાષ્ટ્ર , ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ થયો છે. આજે રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજયમાં 144 તાલુકાઓમાં 5 ઈંચથી શરૂ કરીને 1 મીમી જેટલો વરસાદ પણ થયો છે. ખેડા જિલ્લાના મહેમદાવાદમાં સાંજ સુધીમાં 5 ઈંચ વરસાદ થયો હતો. આગામી 24 કલાકમાં રાજકોટ , મોરબી , જામનગર , કચ્છ, બનાસકાંઠા , મહેસાણા , પંચમહાલ , દાહોદ , ખેડા , આણંદ, અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે. વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં (Farmers) ખુશાલીનો માહોલ જોવા મળી રહયો છે.
ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવારસસૂત્રોએ કહયું હતું કે મહેમદાવાદમાં 5 ઈંચ , ખેડા તાલુકામાં સાડા ત્રણ ઈંચ , માતરમાં 3 ઈંચ , કાલાવાડમાં 3 ઈંચ , અમદાવાદ જિલ્લામાં માંડલમાં અઢી ઈંચ , પંચમહાલમાં ઘોઘંબામાં સવા બે ઈંચ , ખેડાના કઠલાલમાં 2 ઈંચ , રાજકોટમાં પોણા બે ઈંચ , કડીમાં પોણા બે ઈંચ , કપડવંજમાં દોઢ ઈંચ , માળિયા મીયાણામાં દોઢ ઈંચ , સુરેન્દ્રનગરના થાનગઢ , મૂળી અને દસાડામાં દોઢ ઈંચ , અમરેલીના વડીયામાં દોઢ ઈંચ વરસાદ થયો હતો.
રાજયમાં 24 તાલુકાઓમાં 5થી 1 ઈંચ વરસાદ થયો હતો. જેમાં ખેડા , જામનગર , અમદાવાદ , મહેસાણા , રાજકોટ , વડોદરા , મોરબી , સુરેન્દ્રનગર , આણંદ , વલસાડ , જુનાગઢ , પાટણ , ભાવનગર, દાહોદ , પંચમહાલ , ગાંધીનગર, મહીસાગર , અરવલ્લી , સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં વરસાદ થયો છે.
દાંતામાં 5.5 ઈંચ – 211 તાલુકાઓમાં વરસાદ
રાજયમાં છેલ્લા 24 કલાકમાં 211 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં બનાસકાંઠાના દાંતામાં 5.5 ઈંચ વરસાદ થયો હતો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ચરના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે કચ્છના અંજારમાં 5.4 ઈંચ , જુનાગઢના માંગરોળમાં 4 ઈંચ , ભાણવડમાં 4 ઈંચ , કલ્યાણપુરમાં 3.6 ઈંચ , માળિયામાં 3.5 ઈંચ , મુન્દ્રામાં 3.4 ઈંચ , ગાંધીધામમાં 3.4 ઈંચ , મેંદરડામાં 3.1 ઈંચ , ધોરાજીમાં 3 ઈંચ , બનાસકાંઠામાં સૂઈગામમાં 3 ઈંચ વરસાદ થયો હતો. જયારે રાજયમાં 65 તાલુકાઓમાં 5થી 1 ઈંચ વરસાદ થયો હતો.