Gujarat

સાયબર ક્રાઈમને ઉગતા ડામી દેવા ગુજરાત પોલીસ સજ્જ : દાદા

અમદાવાદ શહેર પોલીસ ની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરાયેલી નવતર પહેલ સાયબર સેઇફ મિશનનો આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગુજરાત પોલીસે અદ્યતન ટેકનોલોજી અને સાધનો નો મહત્તમ ઉપયોગ કરીને સાયબર ક્રાઇમ સહિતના ગુનાઓ ને ઉગતા જ ડામી દેવાની સજ્જતા કેળવી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ગુનો બને પછી તેની તપાસ કરવી અને ગુનેગારો સુધી પહોચવાની જગ્યાએ હવે નવા જમાના અને ટેકનોલોજી ને અનુરૂપ કૌશલ્ય પોલીસ બેડા એ મેળવ્યું છે.પટેલે કહ્યું હતું કે હવે નો યુગ મોબાઈલ અને ઈન્ટરનેટ તથા સાયબર નો યુગ છે.

અને તેના વધતા વ્યાપ સાથે સાયબર ક્રાઇમ કરનારા લોકો પણ મોટા પ્રમાણમાં આવા ગુનાઓ કરી લોકોને છેતરવા, નાણાં હજમ કરી જવા જેવી પ્રવૃતિ આચરતા થયા છે ત્યારે સમાજ માં આવા ગુનાઓ સામે જન જાગૃતિ જગાવવામાં આ સાયબર સેઇફ મિશન એક સક્ષમ માધ્યમ બનશે.

સાયબર સેફ મિશન કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેરના ૪૦૦થી વધુ નાગરિકોના ખોવાયેલા અને ચોરી થયેલા મોબાઇલ મુખ્યમંત્રી એ સંબંધિત વ્યક્તિઓને પ્રતિક રીતે પરત સુપરત કર્યા હતાં. લોકોને સાયબર ક્રાઈમનો ભોગ બનતા અટકાવવા માટે એક જન આંદોલન ઊભું કરવાની જરૂર છે, લોકો જેટલા વધુ માહિતગાર હશે એટલા જ સુરક્ષિત રહેશે તેમ પટેલે જણાવ્યું હતું.

Most Popular

To Top