Gujarat

સોમનાથ મંદિરે માત્ર રૂા. 25માં ભક્તો મહામૃત્યુંજય યજ્ઞ કરી શકશે

ગાંધીનગર: સોમનાથ મંદિરે માત્ર રૂા. 25માં ભક્તો મહામૃત્યુંજય યજ્ઞ કરી શકશે. વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓ માટે મહામૃત્યુંજય યજ્ઞની સેવા માત્ર રૂા. 25માં આપવામાં આવી રહી છે. મહામૃત્યુંજય યજ્ઞ લાંબા આયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે. ખાસ કરીને પ્રભાસ ભૂમિ પર સોમનાથ મહાદેવે ચંદ્રદેવનો ક્ષય રોગ પણ મટાડ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણ આ ભૂમિ પર તેમની છેલ્લી લીલા કરીને વૈકુઠધામ ગયા હતા, ભગવાન પરશુરામે આ ભૂમિને પોતાના તપોબળથી પુણ્યશાળી બનાવી છે. આવી સ્થિતિમાં સોમનાથ તીર્થમાં મહામૃત્યુંજય યજ્ઞ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. જ્યાં ભોલેનાથ ભક્તને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યનું વરદાન આપે છે.

દાહોદના ઝાલોદમાં મુખ્યમંત્રીએ 1600 કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા
ગાંધીનગર: વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમ્યાન મંગળવારે સીએમ ભૂપેન્દ્ર પટેલે દાહોદના ઝાલોદ ખાતે 1600 કરોડના વિકાસ કામોના લોકાર્પણ – ખાતમુહૂર્ત કર્યા હતા. જ્યારે રાજયમાં અન્ય 36 સ્થાનો પર આદિવાસી દિનની ઉજવણી કરાઈ હતી. જેમાં કેબીનેટ મંત્રીઓએ હાજરી આપી હતી.

ઝાલોદ ખાતે ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, શહેરોમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓ માટે ખાસ છાત્રાલયો, એકલવ્ય અને મોડેલ સ્કૂલ્સ, ગોધરામાં ગોવિંદ ગુરુ અને રાજપીપળામાં બિરસા મુંડા યુનિવર્સિટીનું નિર્માણ કરી આદિવાસી છાત્રો માટે શિક્ષણના નવા આયામો આપવામાં આવ્યા છે. ગુજરાતની આદિવાસી સંસ્કૃતિને દેશવિદેશના પ્રવાસીઓ માણે તે માટે કેવડિયા ખાતે રૂ. ૧૩૦ કરોડના ખર્ચે નેશનલ ટ્રાયબલ મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે.

ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ૧૮૭ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ કર્યા
ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરમાં ૧૮૭ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ કર્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર સુનિયોજિત વ્યવસ્થાપનના પરિણામે વિકાસ પામ્યું છે તેમ જણાવી તેમણે ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી રાજ્યવ્યાપી ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં લોકોને જોડાવવા અનુરોધ કર્યો હતો.

Most Popular

To Top