Gujarat

પાટણના સાંતલપુરમાં અકસ્માતમાં એક જ પરિવારના ચાર વ્યક્તિઓના મોત, 3 ઇજાગ્રસ્ત

પાટણ: પાટણના (Patan) સાંતલપુરમાં અકસ્માતમની (Accident) ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના ચાર વ્યક્તિઓના મોત (Death) થયા છે. તેમજ 3 ઇજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ અકસ્માતમાં મૃત્યુ પામેલ જોષી પરિવાર લગ્નપ્રસંગ માટે જઇ રહ્યો હતો. ત્યારે વચ્ચે પાટણના સાંતલપુર ફાંગલીથી ચાકકણા રોડ પર સ્વિફ્ટ કાર કાબૂ ગુમાવતા ખાડામાં ખાબકી હતી.

એટલું જ નહિ એવુ જણાવવમાં આવ્યુ છે કે રસ્તામાં કારની વચ્ચે અચાનક જંગલી પ્રાણી આવતા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પાણી ભેરલા ખાડામાં ખાબી હતી. જેમા ચાર લોકોના મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં એક પુરૂષ, એક મહિલા અને બે યુવતીઓનું મોત થયું હતું.

આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ કાર પાણી ભરેલા ખાડામાં ખાબકતા જ કારમાં સવાર ચારેય લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તાત્કાલિક જ તમામ મૃતદેહને પીએમ માટે સાંતલપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે પોલીસે વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

વડોદરા: શહેરમાં હાર્ટ એટેકને કારણે મોતનો સિલસિલો યથાવત

વડોદરા: સમગ્ર રાજ્ય સહિત વડોદરા (Vadodara) શહેરમાં પણ હાર્ટ એટેકના (Heart Attack) કારણે થતા મોતનો આંક વધતા ચિંતાનો વિષય બન્યો છે ત્યારે વડોદરા શહેરમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત (Death) થયું હોવાની માહિતી મળી હતી. એસટી ડેપો પાસે રીક્ષા ચાલક અચાનક ઢળી પડતા એમ્બ્યુલન્સના (Ambulance) તબીબ દ્વારા હૃદય રોગના હુમલાથી મોત થયું હોવાની પૃષ્ટિ કરી હતી.

સમગ્ર રાજ્ય અને વડોદરામાં પણ હવે હાર્ટ એટેકના કારણે મોતનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે.રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ હાર્ટ એટેકના કારણે મોત થવાની ચિંતાજનક ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.યુવાનોના અત્યંત ચિંતાજનક રીતે સાવ અચાનક કે જેમાં બચાવવા માટે સારવાર માટે થોડો સમય મળતો નથી.તેવા જીવ લેણ હાર્ટએટેકનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળ્યો હતો.વડોદરામાં હાર્ટ એટેક થી મોતની ઘટના બની હતી એસટી ડેપો પાસે રીક્ષા ચાલક અશોક રામનાનીનું એટેકના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું હતું.

Most Popular

To Top