Charchapatra

ગુજરાત પાસે દરિયાઇ ટૂરિઝમ કેમ નથી?

ગુજરાત 1600 કિ.મી. દરિયાઇ પટ્ટો ધરાવે છે. વિશ્વભરમાં દરિયા કાંઠા ઉપર ગુજરાતી અવશ્ય પરિવહન કરતો જોવા મળે છે. પછી તે ગોવા હોય કે માલદિવ્ઝ હોય કે અન્ય. હવે આપણી સરકારે ગુજરાત ટુરીઝમ ડેવલપમેન્ટમાં દરિયા કિનારાને પ્રાધાન્ય આપીને તેને આધુનિક બનાવીને ટુરીઝમ ડેવલપ કરવું જોઈએ. આટલો મોટો દરિયાઇ પટ્ટો આપણા ગુજરાતને કુદરતી ભેટ છે. તેને એક નવી દિશા આપીને કાયાપલટ કરી એક ટુરીઝમ, હોટલ, નેશનલ પાર્ક, ગેઇમ ઝોન બનાવી બીઝનેસ ઊભો કરવો જોઇએ. આજે ગુજરાત દરિયા કિનારે કેટલા પોર્ટ આવ્યા છે તો મરીન એજીસીપીંગ એન્જિનીયરીંગનો કોર્ષ ચાલુ કરીને નવી પેઢી માટે નવો માર્ગ, નવું શિક્ષણ ઊભું કરવું જોઇએ. શા માટે આપણે અજાણ્યા થઇને બેસી રહ્યા છીએ. આપણા તંત્ર આ એક પ્રોજેકટને નવી પેઢી માટે હરવા ફરવા માટેનું એક સ્થળ ઊભું કરીને ગુજરાતના દરિયાને નવું રૂપ આપીને ગુજરાતનું ટુરીઝમ વધારવું જોઇએ.
સુરત              – તૃષાર શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top