ગાંધીનગર : અંબાજી (Ambaji) મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ (Navratri) શરૂ થતા પહેલા ગરબા (Garba) રમવાને લઈ નિર્ણય કરાયો હતો કે, ચાચરચોકમાં પુરુષો ગરબા રમી શકશે નહીં. પરંતુ એક જ દિવસમાં આ નિર્ણય બદલવાની અંબાજી ટ્રસ્ટીઓને ફરજ પડી છે. હવે ચાચરચોકમાં સ્ત્રી અને પુરુષ બંને ગરબા રમી શકશે, તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ દરમિયાન ચાચરચોકમાં ગરબા રમવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. આ નિયમોમાં પહેલા સ્ત્રી અને પુરુષોએ અલગ અલગ ગરબા રમવા તેવું નક્કી કરાયું હતું, પરંતુ પ્રથમ દિવસે જ શ્રદ્ધાળુઓનો ભારે રોષ જોવા મળ્યો હતો. જેને પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણયમાં ફેરફાર કરીને હવે ચાચરચોકમાં સ્ત્રી પુરુષ બંને ગરબા રમી શકશે. જો કે સ્ત્રી અને પુરુષની બંનેની લાઈન અલગ રાખવામાં આવશે.
નવરાત્રિમાં ખેલૈયાઓને હાર્ટ એટેકથી બચાવવા રાજકોટ સિવિલમાં સ્પેશ્યલ વોર્ડ શરૂ કરાશે
ગાંધીનગર: સૌરાષ્ટ્રમાં રાસ ગરબામની (Garba) પ્રેકિટસ કરતી વખતે ત્રણ ખેલૈયાઓના હાર્ટ એટેકના (Heart Attack) કારણે મૃત્યુ (Death) થયા હતાં. ત્યારે રાજકોટ (Rajkot) જિલ્લા વહીવટીતંત્ર હવે કોઈ ચાન્સ લેવા માંગતુ નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલ (Civil Hospital) દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં ખૈલેયાઓને રાત્રીના સમયે રાસ ગરબા રમતી વખતે જો હાર્ટ એટેક આવે તો તેમની સારવાર માટે સ્પે. વોર્ડ શરૂ કરાયો છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાત્રિના સમયે હાર્ટ અટેક માટે ખાસ વોર્ડ ઉભો કરાયો છે. નવરાત્રીના નવ દિવસ સિવિલ હોસ્પિટલમાં હાર્ટ એટેક માટે ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. નવરાત્રિમાં ગરબા દરમિયાન આ વોર્ડમાં રાત્રે ડોક્ટર્સની ટીમ હાજર રહેશે. દવા, ઇજેકશન સહિતની તમામ સારવાર મળી રહે તેવી વોર્ડમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હાર્ટ અટેકના વધતા જતાં કેસને લઇને રાજકોટમાં નવરાત્રી દરમિયાન ખાસ આ સેવા આપવામાં આવશે. એકલા રાજકોટમાં નવરાત્રીની રાસ ગરબાની પ્રેકિટસ કરતી વખતે, ગણેસ વિસર્જન દરમ્યાન, ક્રિકેટ રમતી વખતે, ટ્રેડ મિલ પર દોડતી વખતે કેટલાંક યુવકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે.