અમદાવાદ: ગુજરાતની (Gujarat) મહિલા ટેનિસ ટીમે ગુરુવારે 36મી નેશનલ ગેમ્સમાં તેલંગાણા સામે જોરદાર જીત મેળવીને ટાઇટલ ડિફેન્સની શરૂઆત કરી હતી, જ્યારે પશ્ચિમ બંગાળની મહિલા લૉન બોલ્સ ટીમે આસામ સામે 12-11થી રોમાંચક જીત નોંધાવીને પોતાની રિધમ જાળવી રાખી હતી. ગુજરાત મહિલા ટેનિસ ટીમે સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તેલંગાણા સામે 2-0થી જીત નોંધાવવા માટે માત્ર ચાર ગેમ હારી હતી. ફાઇનલમાં સ્થાન મેળવવા માટે હવે તેઓ કર્ણાટક સામે સેમી ફાઇનલમાં બાથ ભીડશે. બીજી સેમિફાઇનલમાં મહારાષ્ટ્રનો મુકાબલો તામિલનાડુ સાથે થશે. મહારાષ્ટ્રે દિલ્હીને 2-0થી હરાવ્યું જ્યારે તમિલનાડુએ હરિયાણાને હરાવ્યું.
- ગુજરાતની ટીમે તેલંગાણાને 2-0થી હરાવી સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો, જ્યાં કર્ણાટક સાથે મુકાબલો
- મહારાષ્ટ્ર દિલ્હીને જ્યારે તમિલનાડુ હરિણાને હરાવી અંતિમ ચારમાં પહોંચતા બંને વચ્ચે બીજી સેમીફાઇનલ રમાશે
પશ્ચિમ બંગાળે કેનેસવિલે ગોલ્ફ અને કન્ટ્રી ક્લબ લૉન બોલ્સમાં ગ્રુપ સ્ટેજમાં આસામ સામે 12-11થી રોમાંચક જીત નોંધાવી હતી. અન્ય મેચોમાં, યજમાન ગુજરાતે મણિપુર સામે 12-10થી જ્યારે ઝારખંડે ઓડિશા સામે 33-3થી જીત નોંધાવી હતી. દિલ્હીએ બિહારને 20-9ના માર્જિનથી હરાવ્યું. શૂટિંગમાં, 2012 ઓલિમ્પિક ગેમ્સના સિલ્વર મેડલ વિજેતા વિજય કુમાર (હિમાચલ પ્રદેશ) એ દબાણનો સારી રીતે સામનો કર્યો અને 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ ઈવેન્ટના પ્રારંભિક લેગ પછી અંકુર ગોયલ (ઉત્તરાખંડ) પાછળ બીજા સ્થાને રહ્યો. રિધમ રનિંગ અનીશ ભનવાલ (હરિયાણા) આ મેન્સ ઈવેન્ટમાં ત્રીજા ક્રમે છે.