Gujarat

રાજ્યમાં 4 મહિલા એમ.એસ.એમ.ઈ પાર્ક સહિત 12 પાર્ક છે

ગાંધીનગર: રાજ્ય સરકાર એમ.એસ.એમ.ઈ. (MSME) થકી ઔધોગિક વિકાસને પ્રોત્સાહિત કરી રહી છે. રાજ્યમાં એમ.એસ.એમ.ઈ. ૧૨ પાર્કનું નિર્માણ થયેલું છે, જેમાં ૪ મહિલા એમએસએમઈ પાર્કનો સમાવેશ પણ થાય છે, તેવું રાજ્યમાં એમએસએમઈ પાર્ક અંતર્ગત એકમોને વ્યાજ સહાયના પ્રશ્નના લેખિત જવાબમાં ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.

રાજ્યમાં ૩૧-૧૨-૨૦૨૨ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ૩૦૧ પ્લોટનું વિતરણ કરવામાં આવ્યું છે. એમએસએમઈ અંતર્ગત અત્યાર સુધીમાં ૧૨ એમએસએઇ પાર્કમાં ૧૩૨૧ પ્લોટ ફાળવવામાં આવ્યા છે, જેનું ક્ષેત્રફળ ૨૭.૦૭ હેક્ટર જેટલું થવા જાય છે. ભાવનગર જિલ્લામાં તા. ૩૧-૧૨-૨૦૨૨ના છેલ્લા એક વર્ષમાં ઔદ્યોગિક નીતિ -૨૦૨૦ અંતર્ગત વ્યાજ સહાય યોજના હેઠળ ૨૦૫ અરજીઓ મળી હતી. જેમાં ૧૬૨ એકમોને ૨૧૯.૧૨ લાખની સહાય આપવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં યોજના અંતર્ગત ૨૮૦ એકમોને ૩૮૫ કરોડની સબસીડી આપવામાં આવી છે. જામનગર જિલ્લામાં આ યોજના હેઠળ 158 એકમો દ્વારા 546 લાખનું મૂડી રોકાણ આવ્યું છે એટલું જ નહીં 883 ને રોજગારી મળી છે.

પ્રથમ કેટેગરીમાં તાલુકા કક્ષાએ ૭ ટકા ના દરે ૩૫ લાખની મર્યાદામાં ૭ વર્ષ સુધી,બીજી કેટેગરીમાં ૬ ટકાના દરે ૩૦ લાખની મર્યાદામાં ૬વર્ષ સુધી અને ત્રીજી કેટેગરીમાં ૫ ટકાના દરે ૨૫ લાખની મર્યાદામાં ૫ વર્ષ સુધી આપવામાં આવે છે.

Most Popular

To Top