Gujarat

ગુજરાત ફાઈલ્સ ફિલ્મ બનાવવા માંગતા ડાયરેકટરે PM મોદીને સીઘો જ પૂછી લીઘો આ તીખો સવાલ

ગુજરાત: હાલમાં બોકસ ઓફિસ (Box Office) ઉપર ઘ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મે (Movie) ઘૂમ મચાવી છે. લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી છે. તેમજ આ ફિલ્મે ઘૂમ કમાણી કરી છે. ડિરેકટર વિવેક અગ્નિહોત્રીએ આ ફિલ્મમાં 90 ના દાયકામાં થયેલા વિવાદને રજૂ કર્યો છે. લોકો સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીને (Narendra Modi) પણ આ ફિલ્મ પસંદ આવી છે. આ સાથે જ લોકોએ સત્ય ઘટના ઉપર આઘારિત હોય તેવી ફિલ્મ બનાવાની માંગણી ડિરેકટરો પાસે કરી છે. જેમાં ગોઘરાકાંડ, પોલીસ ઉપર ફાયરિંગ થયેલી ઘટના તેમજ ભોપાલમાં થયેલ ગેસકાંડ જેવી ઘટનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

લોકો દ્વારા કરવામાં આવેલી માંગણી તેમજ બોલિવુડના ડાયરેકટરો પણ અન્ય સત્ય ઘટના આઘારિત ફિલ્મ તૈયાર કરવા માંગે છે. આ સાથે ડિરકટરોએ ગુજરાતની સત્ય ઘટના ઉપર આઘારિત ફિલ્મ તૈયાર કરવાની જાહેરાત કરી છે. બોલીવુડના ડાયરેકટર વિનોદ કાપડીએ ગુજરાત ફાઈલ્સ ફિલ્મ બનાવવાની પોતાની તૈયારી બતાવી છે. જેને લઈ તેઓએ ટ્વિટ કરી પીએમને સવાલ પૂછયો હતો. આ સવાલમાં તેઓએ પૂછયું કે હું ગુજરાતમાં ઘટેલી ઘટનાઓના આઘારે ગુજરાત ફાઈલ્સ નામની હું ફિલ્મ બનાવવા માંગુ છું. આ ઉપરાંત મોદી હાલના સંજોગોમાં જેવું વર્તી રહ્યા છે કે જે નિર્ણયો લઈ રહ્યાં છે તેનો પણ આ ફિલ્મમાં ઉલ્લેખ કરવામાં આવશે. પરંતુ પીએમ તેઓને ભરોસો અપાવે કે આ ફિલ્મની રિલીઝને તેઓ રોકશે નહિ.

પીએમ મોદીએ ફિલ્મ કાશ્મીર ફાઈલ્સના વખાણ કર્યા છે. તેઓએ એક વીડિયો શેર કરતાં જણાવ્યું હતું કે જે લોકો જે લોકો ફ્રીડમ ઓફ એક્સપ્રેશન્સનો ઝંડો લઈને ફરી રહ્યા છે તે આખી જમાત 5-6 દિવસથી ગભરાઈ ગઈ છે. હાલના સમયમાં સોશિયલ મીડિયા પર TheKashmirfiles ની સાથે Godhra ટ્રેન્ડ કરી રહ્યું છે. આ સાથે જ લોકોએ કઈ ફિલ્મ સત્ય ઘટના ઉપર આઘારિત છે તે પણ ટ્વિટ કરી જણાવ્યું હતું જેમાં 1969 Gujarat riots, 1985 Gujarat riots, 2002 Gujarat riots, 2006 Vadodara riots, 2015 Bharuch riots પર ફિલ્મો બનાવવા અંગેની માંગણી કરી છે.

Most Popular

To Top