Gujarat

ગુજરાતમાં જોરદાર વરસાદ: મહુવામાં 6 ઈંચ અને ઉનામાં 4 ઈંચ વરસાદ, તાપીમાં 23 રસ્તા બંધ કરવા પડ્યાં

ગુજરાત: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત જ વરસાદના એલર્ટ સાથે થઈ છે. રાજ્યના અનેક જિલ્લામાં બે દિવસથી સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો હોવાથી ઠેરઠેર પાણી ભરાયા છે. સુરતના મહુવામાં 6 ઈંચ અને ઉનામાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ પડતા રસ્તા તળાવમાં ફેરવાઈ ગયા છે. વરસાદને કારણે રસ્તાઓ બંધ થતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ચોમાસાની બે સિસ્ટમ વરસાદી ટ્રફ અને સર્ક્યુલેશન સિસ્ટમ એકસાથે સક્રિય થવાના લીધે ગુજરાતમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. આ બંને સિસ્ટમના લીધે રાજ્યના તાપી, સુરત, ડાંગ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આ સિવાય ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગ મુજબ 30 જુન સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 1 જુલાઇથી વરસાદની ગતિ ધીમી પડી શકે છે.

ભારે વરસાદના લીધે ગાંધીનગર અને અમદાવાદના હાલ બેહાલ
ગાંધીનગર અને અમદાવાદમાં સવારથી વરસાદ પડી રહ્યો છે. ચોવીસ કલાકમાં ગાંધીનગર શહેરમાં 58 મી.મી વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં તો સામાન્ય વરસાદમાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયું છે. જ્યારે આ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીઓ થઈ રહી છે. ઈન્દિરા બ્રિજ વિસ્તારમાં સતત વરસાદના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે. એટલું જ નહી ચાંદખેર જેવા ગામડાઓમાં પાણી ભરાઇ જવાથી રસ્તાઓ બેટમાં ફેરવાઇ ગયા છે.

કયા જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો?
ગુજરાતમાં મેઘરાજા ખૂબ જ મહેરબાન થયા છે. ઉના શહેરમાં 4 કલાકમાં 4 ઇંચ ધોધમાર પવન સાથે ભારે વરસાદ વરસ્યો હતો. સુરતના મહુવામાં 6 ઈંચ વરસાદ પડતા ચારેબાજુ પાણી જ પાણી દેખાઇ રહ્યું છે. જ્યારે મેઘરાજાએ તાપી જિલ્લા પર કહેર વરસાવ્યો છે. તાપી જિલ્લાના ગ્રામીણ વિસ્તારના લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થતાં તળાવ બની ગયા છે. તાપી જિલ્લામાં અનરાધાર વરસાદથી 23 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. તાપી જિલ્લામાં અનરાધાર વરસાદથી 23 રસ્તા બંધ કરવામાં આવ્યા છે.

Most Popular

To Top