Gujarat

ગુજરાતમાં આગામી બે દિવસોમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, મધ્યમથી ભારે વરસાદની આગાહી

ગુજરાત: સમગ્ર ભારત (India) દેશમાં ચોમાસામાં (Monsoon) વરસાદી કહેરની અસર જોવા મળી છે. ગુજરાતમાં (Gujarat) પણ વરસાદે બારે મેઘ ખાંગા કર્યા હતા. જે બાદ ઓગસ્ટ મહિનામાં વરસાદ પર વિરામ જોવા મળ્યો હતો. ત્યારે હવે ફરીથી ગુજરાતમાં વરસાદ (Heavy rain) સપાટા બોવલાનું છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જો કે આ વખતે ચોમાસાની બે સિસ્ટમ એકસાથે જોવા મળી હતી. જેથી બંગાળ ખાડીમાં સિસ્ટમ સર્જાતા રાજ્યમાં આવતીકાલથી વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર જેવા શહેરોમાં ભારે વરસાદની આગાહી કતરવામાં આવી છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

જો કે ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં વરસાદ ખૂબ જ ઓછો નોંધાયો છે. પરંતુ મેઘરાજાના વિરામ બાદ હવે તેઓ ફરી બેટિંગ કરવા ઉતરી રહ્યા છે. આ વિશે જણાવતા હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું હતું કે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે. પરંતુ કાલથી વરસાદની ગતિ વધવાની શક્યતા છે. જ્યારે 20 ઓગસ્ટે કેટલાક સ્થળો નહિ પરંતુ સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ તથા મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. જ્યારે અમુક સ્થળોએ ભારે વરસાદ પણ થઇ શકે છે.

ચોમાસું છેલ્લા 10 દિવસથી ધીમે-ધીમે પસાર થઈ રહ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં ગત 4 ઓગસ્ટ બાદથી વરસાદનું પ્રમાણ સામાન્યથી સતત ઘટી રહ્યું છે. એટલું જ નહિ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટના શરૂઆતી દિવસોમાં વરસાદ નહિવત વરસ્યો હતો. જે બાદ ફરીથી ભારે વરસાદની આગાહીનું એક કારણ એ પણ છે કે બંગાળની ખાડીમાં ઉપસાગર પર સિસ્ટમ આવી છે. તેથી રાજ્યમાં આગામી બે દિવસો એટલે કે 19 અને 20મી ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 20 ઓગસ્ટે ગુજરાતના મોટાભાગના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓના અમુક ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં હળવાથી મધ્યમ વરસાદ થઇ શકે તેવી શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જુદાજુદા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે

Most Popular

To Top