ગુજરાતમિત્રથી શું મળ્યું? આમ તો ગુજરાતમિત્રને સારી રીતે સમજતો થયો તે સમય એટલે કોલેજકાળનો સમય. ગુજરાતમિત્ર બીજા છાપા કરતા ઘણી રીતે અલગ તરી આવે છે. તેમાંનો એક તાજો દાખલો અહીં ટાંકુ છું. બિલકિસ બાનો કેસમાં આરોપીઓને છોડવાની વાત કયા ધારાસભ્ય અને મંત્રીએ કરી તેની માહિતી ગુજરાતમિત્રએ વ્યવસ્થિત લખીને આપી હતી. જે તે ધારાસભ્ય હાલમાં પણ મંત્રી પદ ધરાવે છે.
મજુરા ગેટ વિધાનસભાના સભ્ય અને હાલ ગૃહમંત્રી આ માહિતીનું લખાણ ગુજરાતમિત્રએ સચોટ આપી હતી. આ વાંચીને બીજા છાપા વાંચીને માહિતીનું સરભર કરવા લાગ્યો પણ આ મિત્ર જેવી માહિતીનું લખાણ ન હતું. આ વાંચન ગમતા આ માહિતી મોટા અક્ષરે FB પર કંડારી ઘડીકમાં વિડિયો મિત્રએ કહ્યું આ માહિતી ક્યાંથી લાવ્યો. મારા મિત્રએ આપી કયા મિત્રએ? જવાબ આપ્યો ‘ગુજરાતમિત્ર’ આવું ઘણું લખાણ ગુજરાત મિત્ર નિર્ભય રીતે આપે છે. ગુજરાતમિત્ર દિવસેને દિવસે મીડિયાની દુનિયામાં દબદબો બનાવી રાખે.
તાપી – હરીશકુમાર ચૌધરી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.