ગુજરાત: સમગ્ર ભારતમાં હવામાનના પલટાની અસરો જોવા મળી રહી છે અને કેટલાંક રાજ્યોમાં તો વરસાદ પણ આવી ગયો છે. છતાં ગુજરાતમાં (Gujarat) અમુક શહેરોમાં ઉકળાટ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ગુજરાતમાં હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા ગુજ્જુવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગે રાજયમાં ગરમીથી રાહત અને વરસાદની (Rain) આગાહી કરી છે.
- રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ ગઈ છે
- ઉત્તરી અરબી સમુદ્રમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાય રહ્યા છે
- તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટડો થઈ શકે છે
- હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપી છે
હાલમાં હવામાન વિભાગે રાજયમાં વરસાદની આગાહી કરી છે. તેમજ ગરમીથી રાહત મળશે તેવું પણ જણાવ્યું છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરતાં કહ્યું છે કે રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ ગઈ છે. જેના કારણે હવામાન વિભાગ દ્વારા વરસાદની અને ભારે પવનોની આગાહી કરાઇ છે. રાજયમાં કેટલાક વિસ્તારોમાં અને કેટલાંક શહેરોમાં છુટો છવાયો વરસાદની પાડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો સામેલ છે જયાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.
પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાના કારણે ઉત્તરી અરબી સમુદ્રમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાય રહ્યા છે. તેથી હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયા કિનારે કે દરિયામાં ન જવાની સૂચના આપી છે. ગરમીથી રાહતની બાબતમાં હવામાન વિભાગે કહ્યું છે કે તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટડો થઈ શકે છે. જેના કારણે રાજયમાં ગરમીમાં ઘટાડો થશે. હવામાન વિભાગના જણવ્યા અનુસાર, રાજ્યમાં થંડર સ્ટ્રોમની એક્ટિવિટી શરૂ થવાના કારણે વરસાદ પડી શકે છે. આ ઠંડા પવનોને કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. જેમાં દમણ, વલસાડ અને નવસારી સામેલ છે જ્યાં ઠંડા પવનોને કારણે વરસાદ થઇ શકે છે. નોર્થ અરેબિયનશીમાં 50 કિમિ ઝડપે ભારે પવનો ફૂંકાવાના કારણે હવામાન વિભાગે 27 થી 29 તારીખ સુધી માછીમારોને ચેતવણી આપી છે અને કહ્યું છે કે આ સમય દરમિયાન માછીમારોએ દરિયામાં જવું નહિ.
ગઈકાલથી દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તેમજ દાહોદના દેવગઢ બારીયા, ધાનપુર વિસ્તારમાં વરસાદ પડ્યો છે. આ સાથે છેલ્લા ચાર દિવસથી દાહોદ જિલ્લામાં ભારે પવન ફુંકાઇ રહ્યો છે અને વરસાદ પાડવાના કારણે દાહોદનું વાતાવરણ ઠંડુ થઇ ગયું છે. બીજી તરફ તાપી જિલ્લામાં પણ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા પવનો ફૂંકાયા છે. તેમજ ડોલવણના ગડત ગામ સહિતના આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. ઉપરાંત નવસારી જિલ્લાના ગણદેવીના ધોલાઈ બંદર અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. તેથી ત્યાંની વાતાવરણ ઠંડક ભર્યું થઇ ગયું છે અને ગઈકાલે વલસાડમાં પણ અમીછાંટણા થયા હતા. વહેલો વરસાદ પડતા રાજ્યના અને સમગ્ર ભારતના કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે.