મહેસાણા: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit shah) મંગળવારે ગુજરાતના (Gujarat) મહેસાણામાં (Mehsana) દેશની સૌપ્રથમ સહકારી રીતે સંચાલિત સૈનિક સ્કૂલનો (Army school) વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે વર્ચ્યુઅલ માધ્યમથી લોકોને સંબોધિત પણ કર્યા હતા. જો કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની (CM Bhupendra patel) ઉપસ્થિતિમાં મહેસાણાના બોરીયાવી ગામે નવીન સાગર સૈનિક સ્કૂલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ રૂપિયા 75 કરોડના ખર્ચે 11 એકર જમીનમાં બનવા જઇ રહી સાગર સૈનિક સ્કૂલના નિર્માણથી ભારતની સેવા કરવા માંગતા ઉત્તર ગુજરાતના બાળકો સેનામાં જોડાઈ દેશ સેવા કરી શકશે.
- વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સો નવી સૈનિક સ્કૂલો શરૂ કરવાની અપીલ
- બનાસકાંઠામાં સહકારી ક્ષેત્ર દ્વારા સંચાલિત વધુ એક સૈનિક સ્કૂલ ખુલશે
સહકારી ક્ષેત્રની પ્રથમ સૈનિક સ્કૂલ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વર્ચ્યુઅલ રીતે આ સ્કૂલનો શિલાન્યાસ કરશે. આ સૈનિક સ્કૂલને લઈને વિસ્તારના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમને આશા છે કે બીજી સૈનિક સ્કૂલ શરૂ થવાથી વિસ્તારના યુવાનોને સારું શિક્ષણ તો મળશે જ પરંતુ તેમનું સેનામાં જોડાવાનું સપનું પણ પૂરું થશે. ગયા વર્ષે ઓગસ્ટમાં સંરક્ષણ મંત્રાલયે સૈનિક સ્કૂલ માટે મંજૂરી આપી હતી. આ ઉપરાંત બનાસકાંઠામાં સહકારી ક્ષેત્ર દ્વારા સંચાલિત વધુ એક સૈનિક સ્કૂલ ખુલશે. જેનું સંચાલન બનાસ ડેરી દ્વારા કરવામાં આવશે. આ સાથે ગુજરાતમાં સૈનિક સ્કૂલોની કુલ સંખ્યા ત્રણ થઈ જશે.
સો નવી સૈનિક સ્કૂલો ખોલવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ
અમિત શાહે કહ્યું કે છેલ્લા નવ વર્ષમાં દેશના વિકાસની ગતિ વધી છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની પ્રક્રિયામાં સામાન્ય લોકોની સાથે સહકારી, કોર્પોરેટ, એનજીઓ પણ સામેલ કર્યા છે. તેમણે વધુમાં કહ્યું કે પીએમ મોદીએ માત્ર ભારતનો વિકાસ કરીને દેશનું ગૌરવ વધાર્યું નથી, પરંતુ દેશના વિકાસમાં દરેક ભારતીયને સામેલ કરીને એક મોટું કામ કર્યું છે. દેશમાં જાહેર-ખાનગી ભાગીદારીના ધોરણે સો નવી સૈનિક સ્કૂલો ખોલવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલના માનમાં આ સૈનિક સ્કૂલ શરૂ કરવામાં આવી છે.