Gujarat

કાયમી શિક્ષક ભરતીની માંગણી સાથે રાજ્યભરમાં 3000થી વધુ જ્ઞાન સહાયકો માસ સીએલ પર ઉતર્યા

ગાંધીનગર: રાજ્યમાં કાયમી શિક્ષકની માંગણી સાથે 13000થી વધુ જ્ઞાન સહાયકો સરકાર સામે આંદોલનને ચડ્યા છે. આજે રાજ્યભરમાં જ્ઞાન સહાયકો માસ સીએલ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યો હતો.

બે દિવસ પહેલાં જ રાજ્ય સરકારે ટેટ-ટાટ ઉમેદવારોના આંદોલન બાદ 7,500 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ જ્ઞાન સહાયકોએ કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગણી સાથે આંદોલન શરૂ કર્યું છે. રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગણી સાથે આજે રાજ્યભરના 13,000 થી વધુ જ્ઞાન સહાયકો માસ સીએલ પર ઉતરી પડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વિરોધ કરી રહેલા જ્ઞાન સહાયકોનું કહેવું છે કે રાજ્યમાં મહેકમની ભરતી કરતા પણ ઓછી જગ્યાઓ ભરાયેલી છે, તેમજ તાજેતરમાં જ સરકાર દ્વારા 7,500 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે તે પણ કુલ મહેકમ કરતા ઘણી ઓછી છે. તેથી રાજ્યમાં મોટાપાયે કાયમી શિક્ષકોની ભરતી થવી જોઈએ.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ રાજ્યભરમાંથી ટેટ ટાટ પરીક્ષા પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા હતા, અને સરકાર સામે મોરચો ખોલ્યો હતો. આ ઉમેદવારોની માગણી છે કે રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે, આ ઉમેદવારના આંદોલનને પગલે સરકારે તાત્કાલિક આગામી ત્રણ મહિનામાં 7,500 જગ્યા ભરવાની જાહેરાત કરી દીધી છે. જો કે બીજી તરફ આજે જ્ઞાન સહાયકો પણ સરકાર સામે મેદાને પડ્યા છે. અને કાયમી શિક્ષકની ભરતી કરવાની માંગણી કરી છે.

Most Popular

To Top