Gujarat

ગુજરાતના જૈન મંદિરમાં મહાવીરસ્વામીના લલાટે જોવા મળ્યું સુર્યતિલક

ગુજરાત : ગુજરાતમાં (Gujarat) કોબા ખાતે આવેલી મહાવીરસ્વામીના મંદિરમાં (Mahaveeraswamy Temple) સ્થાપિત પ્રતિમાના કપાળે સુર્યતિલક (Suryatilak) જોવા મળ્યું છે. આ સુર્યતિલક જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવે છે. એવુ કહેવામાં આવે છે કે દર વર્ષે 22 મેના રોજ આ ઘટના બને છે. બપોરે 2 વાગીને 7 મિનીટે જ આ ઘટના બને છે. આ સુર્યતિલકનો નજારો માત્ર 3 થી 4 મિનીટનો હોય છે. જે જોવા માટે અહીં મોટી સંખ્યામાં આવેલા ભક્તો માટે વ્યવસ્થા પણ કરવામાં આવે છે. અહીં આવેલા ભક્તો નજારો જોઈ શકે તે માટે પ્રતિમાની સામે કેમેરો લગાવામાં આવેલ છે. જેનાથી લોકો મોટી સ્ક્રિન પર જોઈ શકે

અહીંના કૈલાશ સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબની યાદમાં શિષ્યએ જૈન આરાધના કરવા માટે કેન્દ્ર બનાવ્યુ હતું. આ મંદિરમાં જૈનના 24માં તીર્થકર મહાવીરસ્વામીની 41 ઈંચની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાઈ છે. અહીં સ્વયં સૂર્યદેવ મહાવીરસ્વામી પ્રભુની પ્રતિમા પર તિલક કરતાં હોય એવું એક અલૌકિક દ્રશ્ય રચાયું હતું. જે સુર્યતિલક તરીકે ઓળખાય છે. આ ધટના ગુરૂસ્મૃતિ અને ગુરૂભક્તિનું અજોડ પ્રતિક બની છે.

33 વર્ષથી અદભૂદ નજારો દેખાય
તમને જણાવી દઈએ કે આ સુર્યતિલકનો નજારો 33 વર્ષથી જોવા મળે છે. જે દર વર્ષ 22મેના રોજ જ જોવા મળે છે. આ નજારો પહેલી વખત 1987ના વર્ષમાં જોવા મળ્યો હતો. એમ પણ કહેવામાં આવે છે કે ધણી વખત વાદળો ધેરાયા હોવા છતા પણ આ નજારો જોવા મળે છે.

સુર્યતિલક કોઇ ચમત્કાર નથી
આ મહાવીરસ્વામીના લલાટે જોવા મળતો સુર્યતિલક કોઇ ચમત્કાર નથી પરંતુ એક અલૌકિક ખગોળિય ઘટના છે. આ ઘટના શિલ્પ શાસ્ત્ર, ગણિત શાસ્ત્ર અને જયોતિષ શાસ્ત્રના સમન્વયથી બને છે. આ દેરાસરનું નિર્માણ રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીની પ્રેરણાથી ગણિતજ્ઞ અરવિંદસાગરજી અને અજયસાગરજીએ શિલ્પ-ગણિત અને જયોતિષ શાસ્ત્રના સમન્વયથી કરાવ્યું છે. એવુ કહેવામાં આવે છે કે આ સુર્યતિલકની ઘટના દિવસે જૈનચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજીને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા. આ ઘટનાનું કારણ સૂર્યની ગતિ નિશ્ર્વિત છે તેમ કહેવામાં આવે છે.

Most Popular

To Top