ગાંધીનગર: (Gandhinagar) આજે દિપાવલી (Diwali) પર્વના દિને બપોરે કચ્છ જિલ્લામાં ભારત – પાક આંતરરાષ્ટ્રીય સીમા પર લખપત – અબડાસા પાસે રીકટર સ્કેલ પર ૪.૮ની તીવ્રતાનો ભૂકંપ (Earthquake) આવતાં લોકોમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો. જો કે જાનહાની કે નુકસાની થવા પામી નથી.
- ભુકંપને કારણે સરહદી વિસ્તારના લોકો ગભરાટના માર્યા ઘરની બહાર દોડી આવ્યા
- ભૂકંપમાં કોઈ જાનહાનિ કે નુકસાનીની અહેવાલ નથી, કાચા મકાનોમાં તિરાડ પડી
ગાંધીનર સ્થિત ઈન્સ્ટી. ઓફ સીસ્મોલોજીના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે આજે બપોરે ૩.૧૫ કલાકે કચ્છ જિલ્લાની ભારત – પાક સરહદ પર ધરતીકંપનો ૪.૮ની તીવ્રતોનો આંચકો આવ્યો હતો. આ ધરતીકંપનું એપી સેન્ટર પાકિસ્તાનની અંદર છે. જો કે તે જગ્યા લખપત-અબડાસા પાસે આવેલી છે. રિકટર સ્કેલ પર ૪.૮ની તીવ્રતાનો ધરતીકંપન આંચકો આવતા સરહદી ગામના લોકો ગભરાટના માર્યા ઘરોની બહાર દોડી આવ્યા હતા. અલબત્ત , જાનહાની કે નુકસાની થવા નહીં પામી હોવાનું સ્થાનિક લોકોએ કહયું હતું કે કેટલાંક કાચા મકાનોમાં તિરાડ પડી જવા પામી હતી.
દ્વારકા નજીક દરિયામાં ૫ની તીવ્રતાનો ભૂકંપ, દરિયામાં 10 કિ.મી.ની ઉંડાઈએ એપી સેન્ટર
આજે બપોરે ૩.૧૫ વાગ્યે દ્વ્રારકા નજીક દરિયામાં પણ રિકટર સ્કેલ પર ૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે તે વધારે પાકિસ્તાન તરફનો હતો. સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે દ્વારકાથી ઉત્તર – ઉત્તર -પશ્વિમમમાં આ ભૂકંપ આવ્યો હતો. જે વધારે દરિયામાં ૧૦ કિમીની ઊંડાઈ પર તેનું કેન્દ્ર બિન્દુ હતું. ભૂકંપ પાકિસ્તાન તરફ વધારે હતો. જેની ગુજરાત તરફ કોઈ અસર થવા પામી નહતી.