Gujarat

ડેમમાં નહાવા પડેલા એક જ પરિવારના પાંચ લોકો ડૂબી જતાં મોત, જામનગરની ઘટના

જામનગર : ગુજરાત (Gujarat) રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે આ વરસાદી માહોલ વચ્ચે એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના જામનગરમાંથી (Jamnagar) સામે આવી છે. જામનગરમાં આવેલ સપડા ગામ નજીક આવેલા સપડા ડેમમાં (Sapda Dam) પાંચ લોકો ડુબી જવાની ઘટના સામે આવી હતી. મળતી માહિતી અનુસાર ડેમમાં ડુબેલા લોકો એક જ પરિવારના હતા. માહિતી મળતા જ ઘટના સ્થળે 108 અને પોલીસ દોડી આવી હતી.

  • માહિતી મળતા ઘટના સ્થળે ફાયર બ્રિગેડ, 108 અને પોલીસનો કાફલો દોડી આવી હતી
  • એક જ પરિવારના ત્રણ અને બે એમ કુલ પાંચ લોકોના અચાનક મોત

મળતી માહિતી અનુસાર પરિવારના સભ્યોમાં બે મહિલા, બે પુરુષ અને એક યુવક સહિત પાંચ લોકો ડુબ્યા હતા. જામનગર શહેરમાં આવેલા દીગ્વિજ્ય પ્લોટ વિસ્તારમાં ગજાનંદ નામની પ્રોવિઝન સ્ટોર ચલાવતા મહેશભાઈ મંગે (ઉવ. 44) તેમની સાથે તેમના પત્ની લીનાબેન (ઉવ .41), પુત્ર સિદ્ધ (ઉવ. 20) અને તેમના પાડોશમાં રહેતા અનિતાબેન વિનોદભાઈ દામા (ઉવ .40) પણ પોતાના 10માં ધોરણમાં અભ્યાસ કરતા પુત્ર રાહુલને (ઉવ.17) લઇને મહેશભાઇના પરિવાર સાથે ગયા હતા.

ફરવા માટે સપડા ડેમ ખાતે ગયા હતા
તેઓ ફરવા માટે સપડા ડેમ ખાતે ગયા હતા. જ્યાં તેઓ ડેમમાં નાહવા માટે ગયા હતા. પરંતુ તે લોકોને ખબર ન હતી કે તેઓ ત્યાંથી ક્યારેય પાછા આવી શકશે નહી. એક જ પરિવારના ત્રણ અને બે એમ કુલ પાંચ લોકોના અચાનક મોત થતા કચ્છી ભાનુશાળી અને સિંધિ ભાનુશાળી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

ઘટના સ્થળે ફાયર બ્રિગેડ, 108 અને પોલીસનો કાફલો દોડી આવી
માહિતી મળતા ઘટના સ્થળે ફાયર બ્રિગેડ, 108 અને પોલીસનો કાફલો દોડી આવી હતી અને બચાવ કામગીરી શરુ કરી હતી. રેસ્ક્યૂ ટીમે દ્વારા પાંચેય લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ ઘટનામાં ભોગ બનેલો મહેશભાઇનો પુત્ર સિદ્ધ મંગે મહેસાણા ખાતે એન્જિનિયરનો અભ્યાસ કરતો હતો. જે જામનગર આવ્યો હતો. તે પરિવાર સાથે નજીકમાં જ આવેલા સપડા ડેમ ખાતે ફરવા ગયો હતો. જ્યાં આ ઘટના બની હતી.

Most Popular

To Top