ગાંધીનગર: (Gandhinagar) ચાંદખેડા જીટીયુ (GTU) અને આઈઆઈટી (IIT) ગાંધીનગરના કેમ્પસમાં કોરોનાના કેસો વધ્યા છે. જેના પગલે આ બંને કેમ્પસ હવે સેનિટાઈઝ કરવામાં આવ્યા છે. આઈઆઈટી પાલ્લજના 25 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેના પગલે આ કેમ્પસમાં બહારના વિદ્યાર્થીઓની અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આઈઆઈએમ અમદાવાદના 38 વિદ્યાર્થીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ રીતે આઈઆઈએમમાં 2 ફેકલ્ટી સહિત કુલ 40 લોકો કોરોનાની ઝપટમાં આવી ગયા છે.આઈઆઈએણના 5 વિદ્યાર્થીઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા ગયા હતા. તે વાત તેમણે ઇન્સ્ટિટ્યુટમાં છુપાવી હતી. જેના પગલે કોરોનાનું સંક્રમણ વધી જવા પામ્યું છે. હવે ચાંદખેડા જીટીયુ કેમ્પસમાં પણ 6 કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે.જેમાં 2 પ્રોફેસર અને 3 કર્મચારીઓનો સમાવેશ થાય છે.
રાજ્યના વિવિધ જિલ્લામાં કોરોનાના કુલ 2276 કેસ નોંધાયા
રાજ્યના વિવિધ જિલ્લામાં કોરોનાના કુલ 2276 કેસ નોંધાયા હતા. બીજી તરફ 1534 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,83,241 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર ઘટીને 94.86 ટકા પર પહોંચી ચુક્યો છે.
રાજ્યમાં કોરોનાના 2276 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાંથી 1534 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 94.86 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગ સધન પ્રયાસોના લીધે 2,86,241 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ કુલ 10871 કોરોનાના એક્ટિવ કેસ છે. 157 લોકો વેન્ટિલેટર પર છે. 10714 લોકો સ્ટેબલ છે. 2,83,241 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4484 લોકોનાં અત્યાર સુધી રાજ્યમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે આજે કુલ 05 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં સુરત કોર્પોરેશનનાં 2, અમદાવાદ, ભરૂચ અને ભાવનગર કોર્પોરેશનનાં 1-1 વ્યક્તિનો સમાવેશ થાય છે. આ પ્રકારે કુલ 5 લોકોનાં મોત નિપજ્યાં છે.
ગાંધીનગર : તાજેતરમાં રાજયના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના વધતાં જતાં કેસોના પગલે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ લોકો માટે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનો આદેશ કરાયો હતો. હવે આરોગ્ય વિભાગે આજે શનિવારે નવો આદેશ બહાર પાડ્યો છે , જેમાં દેશના કોઈ પણ રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા પ્રવાસીએ છેલ્લા 72 કલાકમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાયેલો હોવો જોઈએ. એટલું જ નહીં ટેસ્ટનો રિપોર્ટ પણ નેગેટિવ હોવો જોઇએ.
આરોગ્ય વિભાગના નવા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે દેશના ઘણાં રાજયોમાં કોરોના વકરી રહ્યો છે. પહેલા મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રેવશ મેળવવા ઈચ્છતા પ્રવાસીઓ માટે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનો આદેશ કરાયો હતો. હવે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા પ્રવાસીઓમાં કોરોનાનું સંક્રમણ વધારે જોવા મળે છે.એટલા માટે હવે દેશના કોઈપણ રાજયમાંથી ગુજરાતમાં આવવા માંગતા પ્રવાસીઓએ હવે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે, છેલ્લા 72 કલાકમાં કરાવેલા આરટીપીસીઆર ટેસ્ટનું રિઝલ્ટ પણ નેગેટિવ હોવુ જોઈએ. ગુજરાતમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ પ્રવાસીઓનું સ્ક્રિનિંગ પણ તંત્ર ફરજિયાત કરશે.