Gujarat

AB-PMJAY-MAA યોજનામાં ગેરરીતિ બદલ 9 હોસ્પિટલ સસ્પેન્ડ, બે કરોડથી વધુનો દંડ કરાયો

ગાંધીનગર: રાજ્યમાં “AB-PMJAY-MAA” યોજનામાં ગેરરીતી કરતી હોસ્પિટલો (Hospital) સામે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા હોસ્પિટલો સામે તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન નવ હોસ્પિટલોને સસ્પેન્ડ (Suspend) કરવામાં આવી છે. એક હોસ્પિટલને ડિ- એમ્પેનલ અને એક હોસ્પિટલને બ્લેકલિસ્ટ (Blacklist) કરવામાં આવી છે. ઉપરાંત બે કરોડથી વધુનો દંડ ( ફટકારવામાં આવ્યો છે.

  • સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા 832 હોસ્પિટલોમાં તપાસ કરાઈ હતી, 1ને ડિ-એમ્પેનલ અને 1ને બ્લેકલિસ્ટ કરવામાં આવી
  • માહિતી અથવા ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર 1800-233-1022

રાજ્યના આરોગ્ય વિભાગ અને “એ.બી.- પી.એમ.જે.એ.વાય.-મા” યોજનાના સુત્રોના જણાવ્યા પ્રમાણે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા પોલિસી વર્ષ-7 અને 8 દરમિયાન 832 જેટલી હોસ્પિટલોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 9 હોસ્પિટલોને સસ્પેન્ડ, 1 હોસ્પિટલને ડિ-એમ્પેનલ અને 1 હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે તથા અંદાજિત રૂા.2 કરોડથી વધુનો દંડ કરાયો છે.

આ યોજના અંતર્ગત વર્તમાન સ્થિતિએ સરકારી-1-711, ખાનગી- 789, GOI-18 એમ કુલ 2,518 હોસ્પિટલ સંલગ્ન છે. જેમાં અંદાજીત દૈનિક 4,039 પ્રિ-ઓથ કેસ સારવાર માટે મુકવામાં આવે છે. આ યોજનાની અમલવારીમાં કોઇ પણ ગેરરીતી ન થાય તે માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU)ની રચના કરવામાં આવી છે. આ યુનિટ દ્વારા હોસ્પિટલોનું સતત મોનીટરીંગ કરવામાં આવે છે.

લાભાર્થીઓને આ યોજના અંગે કોઇ માહિતી મેળવવી હોય કે ફરિયાદ કરવી હોય તો તેઓ ટોલ ફ્રી નંબર 1800-233-1022 પર સંપર્ક કરી શકે છે. આ ટોલ ફ્રી નંબર 24×7 કાર્યરત હોય છે. જેના પર દૈનિક અંદાજિત 900 થી 1000 કોલ્સ આવે છે. આ સિવાય પણ યોજનાના કોલ સેન્ટર દ્વારા જે લાભાર્થીઓએ સારવાર લીધેલી હોય તેમનો પ્રતિભાવ લેવા માટે દૈનિક અંદાજીત 3000થી વધુ કોલ પણ કરવામાં આવે છે.

Most Popular

To Top