SURAT

સુમુલ ડેરીની ચૂંટણી યોજવા ગુજરાત હાઇકોર્ટનો આદેશ

સુરત: ત્રણ અઠવાડિયામાં સુરત કલેકટરે સીમાંકન અને મતદાર યાદીની પ્રક્રિયા પૂર્ણ કરી સુમુલ ડેરીની ચૂંટણી યોજવા ગુજરાત હાઇકોર્ટના ન્યાયધીશ અનિરુદ્ધ પી. માયી એ આદેશ આપ્યો છે.

  • રજિસ્ટ્રાર અને કલેક્ટરે નિયમો, 1982 ના નિયમ 3A મુજબ કોઈ કાર્યવાહી નહીં કરતા હાઇકોર્ટે ટીકા કરી
  • 3 અઠવાડિયામાં સીમાંકન નક્કી કરવા આદેશ

કઠોર મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી વિરુદ્ધ ગુજરાત રાજ્ય સામેની પીટીશનમાં હાઇકોર્ટે સમયસર સીમાંકન, મતદારયાદી પ્રસિદ્ધ નહીં કરવા અને ચૂંટણી ન યોજવા અંગે સુરતના જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ અને કલેક્ટરની ટીકા કરી છે.

હાઇકોર્ટે તેના ચુકાદામાં નોંધ્યું છે કે, “ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓ (સમિતિઓની ચૂંટણી) નિયમો, 1982 ના નિયમ 3A મતવિસ્તારોના સીમાંકનની જોગવાઈ કરે છે. નિયમ 3A(9) માં જોગવાઈ છે કે સોસાયટીના હિસાબી વર્ષના અંત પહેલા જ્યાં સભ્યોની ચૂંટણી યોજાવાની છે ત્યાં મતદારોની યાદી પ્રકાશિત થાય તે પહેલાં કલેક્ટર મતવિસ્તારોના સીમાંકનની તપાસ કરશે.

નિયમ 3A(2) મુજબ નિયમ 3A(1) મુજબની કામચલાઉ યાદી રજિસ્ટ્રાર અને કલેક્ટરને મોકલવી જરૂરી છે. આ કિસ્સામાં, રજિસ્ટ્રાર અને કલેક્ટરે નિયમો, 1982 ના નિયમ 3A મુજબ કોઈ કાર્યવાહી કરી નથી.” તેને ધ્યાનમાં રાખીને, એવો નિર્દેશ આપવામાં આવે છે કે પ્રતિવાદી નં. 4 કલેક્ટર, સુરત નિયમો, 1982 ના નિયમ 3A(9) ના સંદર્ભમાં ત્રણ અઠવાડિયાના સમયગાળામાં યોગ્ય પગલાં લેશે.

આ હુકમ મળ્યાની તારીખ અને પ્રતિવાદીઓ પ્રતિવાદી નં.5 યુનિયનની મેનેજિંગ કમિટીની ચૂંટણીઓ ઝડપથી યોજવા માટે તે મુજબ આગળના પગલાં લેશે કારણ કે પ્રતિવાદી નં.5 યુનિયનની મેનેજિંગ કમિટીની મુદત ઓગસ્ટ 2025 માં પહેલાથી જ સમાપ્ત થઈ ગઈ હતી.

Most Popular

To Top