Gujarat

ગુજરાત સરકાર ત્રીજી લહેરની ચિંતા કરે, માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ મામલે વધુ ગંભીર બને: હાઈકોર્ટ

અમદાવાદ: કોરોના મામલે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) થયેલી સુઓમોટો અરજીમાં ગુજરાત હાઇકોર્ટ મહત્વનો આદેશ કરતાં કહ્યું હતું કે રિયલ ટાઇમ ડેટા આપે તે માટે રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલોની જવાબદારી નક્કી કરવામાં આવે, તેમજ ત્રીજી લહેરમાં બાળકોને વધુ અસર થવાની સંભાવના જણાય છે, ત્યારે રાજ્યમાં હેલ્થ ઇન્ફાસ્ટ્રકચરને વધુ મજબૂત બનાવવામાં આવે. હાઈકોર્ટે આદેશ આપ્યો કે જરૂરી મેડિકલ સાધનો, દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ બનાવવામાં આવે. સાથે સાથે ઓક્સિજન પ્લાન્ટો ઝડપથી કાર્યરત થાય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવે.

  • રીયલ ટાઈમ ડેટા આપે તે માટે હોસ્પિટલની જવાબદારી નક્કી કરવામાં આવે : હાઇકોર્ટ
  • બાળકોને વધુ અસર થશે તે જોતા ઇન્ફાસ્ટ્રકચર તૈયાર કરવામાં આવે
  • સમાજના નબળા વર્ગના લોકો માટે ડોર ટુ ડોર રસીકરણની વ્યવસ્થા કરવામાં આવે
  • કોરોના મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો અરજીમાં ગુજરાત હાઇકોર્ટ મહત્વનો આદેશ

ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને તાકીદ કરતા વધુમાં કહ્યું હતું કે સરકારે ત્રીજા લહેરની ચિંતા કરવી જોઈએ, અને સમગ્ર રાજ્યમાં રસીકરણ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણના મામલે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે, તેવા પ્રયાસો કરવા જરૂરી છે. દિવ્યાંગ અને નબળા વર્ગના લોકો માટે ડોર ટુ ડોર વેક્સિનેશન થાય એ માટેની સરકારે વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. હાઈકોર્ટે વધુમાં કહ્યું હતું કે મેડિકલ- પેરામેડિકલ સ્ટાફની ઝડપથી ભરતી કરવામાં આવે છે. જરૂરી મેડિકલ સાધનો, દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ બનાવવામાં આવે. સાથે સાથે ઓક્સિજન પ્લાન્ટો ઝડપથી કાર્યરત થાય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવે.

કોરોનાના નવા વેરિએન્ટની અસરથી બચવા લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી
હાઇકોર્ટ કહ્યું હતું કે હજુ પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના મુદ્દે વધુ ગંભીર થવાની જરૂર છે. આ બાબતમાં લોકોમાં જાગૃતિ લાવવી ખુબ જરૂરી છે. આ રોગ જેવો આપણે માનીએ છીએ તેવો છે નહીં, ખાસ કરીને 18 વર્ષથી નીચેના વયના લોકો માટે રાજ્ય સરકારે વધુ ચિંતા કરવી જોઈએ અને જરૂરી તમામ સુવિધાઓ ઉભી કરવી જોઈએ. કોરોનાના સમયમાં રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી છે, પરંતુ હજુ ઘણી બધી કામગીરી કરવાની જરૂર છે, કોરોનાના નવા વેરિએન્ટની અસરથી બચવા લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે.

Most Popular

To Top