Gujarat

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી, સાગબારામાં 2 ઈંચ

ગાંધીનગર: ગુજરાત (Gujarat) રાજયમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદની (Heavy Rain) આગાહી કરાઈ છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભારે વરસાદ થઈ શકે છે. સેટેલાઈટ તસવીર જોતા ગુજરાત તરફ પૂર્વ ભારત તથા બંગાળના અખાત પરથી એક મોટી લો પ્રેશર સિસ્ટમ આવી રહી છે, આ સિસ્ટમ આગામી ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદ લાવે તેવી સંભાવના છે. રાજ્યમાં આગામી 3 દિવસ એટલે કે 16-17-18 દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 16 તારીખે વલસાડ અને દમણ, દાદરા નગરમાં હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • 16 તારીખે વલસાડ અને દમણ, દાદરા નગરમાં હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી

દક્ષિણના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. વલસાડ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, તાપી અને દમણ, દાદરા નગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત પ્રદેશના સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને માં દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ તાપી અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે.

રાજયમાં આજે દિવસ દરમિયાન 82 કરતાં વધુ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો હતો. ખાસ કરીને નર્મદા તાલુકાના સાગબારામાં 2 ઈંચ વરસાદ થયો છે. જયારે ગરૂડેશ્વરમાં પોણા બે ઈંચ વરસાદ થયો હતો. એકંદરે નર્મદા, સુરત, તાપી, ભાવનગર, ગાંધીનગર, આણંદ , સાબરકાંઠા અને ભરૂચમાં હળવાથી ભારે વરસાદ થયો હતો. પાછોતરા વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને જીવતદાન મળી ગયું છે.

છેલ્લા 24 કાલકમાં રાજયમાં સરેરાશ 43 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 2.6 ઈંચ વરસાદ થયો હતો. જયારે રાજયમાં ચોમાસાની મોસમનો સરેરાશ 86.56 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 36.73 ટકા , ઉત્તર ગુજરાતમાં 71.09 ટકા , મધ્ય – પૂર્વ ગુજરાતમાં 72.25 ટકા , સૌરાષ્ટ્રમા 111.02 ટકા , દક્ષિણ ગુજરાતમાં 81.75 ટકા વરસાદ થયો છે.

Most Popular

To Top