Gujarat

ગુજરાતમાં ધોધમાર: નવસારી, વલસાડ, ડાંગમાં ઓરેન્જ એલર્ટ, સુરત અને તાપી જિલ્લામાં યલો એલર્ટ

ગાંધીનગર: (Gandhinagar) હવામાન વિભાગ દ્વ્રારા દક્ષિણ ગુજરાતના (South Gujarat) પાંચ જિલ્લાઓ માટે એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. જેમાં નવસારી , વલસાડ અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ , જયારે સુરત અને તાપી જિલ્લા (Surat and Tapi District) માટે યલો એલર્ટ આપવામા આવ્યુ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે 49 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા છે. આગામી તા.23મી જુલાઈથી બંગાળના અખાતમાં લો પ્રેશર સિસ્ટમ ડેવલોપ થઈ રહી છે જેના પગલે રાજયમાં ફરીથી વરસાદ વધવાની સંભાવના રહેલી છે.

બીજી તરફ આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો નહીં ખેંડવા માટે સૂચના આપવામાં આવી છે. આજે દિવસ દરમ્યાન રાજયમાં વલસાડ અન નવાસીર જિલ્લામાં ભારે વરસાદ થયો હતો. જેમાં વલસાડમાં પોણા પાંચ ઈંચ વરસાદ થવા સાથે રાજયમાં 84 તાલુકાઓમાં વરસાદ થયો હતો. આજે રાજયમાં વલસા઼ડમાં પોણા પાંચ વરસાદ થયો હતો તે પછી ધરમપુરમાં પોણા ત્રણ ઈંચ , ખેરગામમાં અઢી ઈંચ , ઉમરપાડામાં પોણા બે ઈંચ વરસાદ થયો હતો. એકંદરે રાજયમા આજે 8 તાલુકાઓમા હળવાથી ભારે વરસાદ થયો હતો.

રાજયના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજયમાં છેલ્લા 24 કલાકમા 99 તાલુકાઓમાં વરસાદ થયો હોત.જેમાં ખાસ કરીને ઉમરગામમાં સાડા નવ ઈંચ , વાપીમાં સવા નવ ઈંચ , કામરેજમાં 8 ઈંચ , બારડોલીમાં 8ઈંચ , પલસાણામાં પોણા આઠ ઈંચ , મહુવામાં 6.4 ઈંચ , વલસાડમા પોણા પાંચ ઈંચ, સુરત સીટીમાં પોણા છ ઈંચ , નવસારીમાં સવા પાંચ ઈંચ , વ્યારામાં સવા પાંચ ઈંચ , ધરમપુરમાં સવા પાંચ ઈંચ , ગણદેવીમાં સવા પાંચ ઈંચ , ખેરગામમાં પાંચ ઈંચ , તિલકવાડા , ચીખલી, કપરાડા અને સોનગઢમાં ચાર ઈંચથી વધુ વરસાદ થયો હતો.

સુરત શહેરમાં ખાડીઓ ઓવરફ્લો થતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં હતા. ગોડાદરા વિસ્તારમાં માર્ગ ઉપર પાણી ભરાતા દૂર સુધી ટ્રાફિક જામ (Traffic jam) ના દ્રશ્યો સર્જાયા હતા. સુરતની મીઠી ખાડીની આસપાસ રહેતા રહીશોને દર વર્ષે ખાડીપૂરનો ભોગ બનવું પડતું હોય છે, અને લોકોના ઘરોમાં આ ગંદુ વાસ મારતું પાણી ભરાય જતા, લોકો રોગચાળાનો ભોગ પણ બનતા હોય છે.

બીજી તરફ ધરમપુરના (Dharampur) દુલસાડ ગામે લોકસુવિધા માટે આશરે એક કરોડના માતબર ખર્ચે વાંકી નદી (River) પર ઉંચા પુલનું નિર્માણ કરાયું હતું. પરંતુ વાંકી નદીમાં પ્રથમ વરસાદે બે કાંઠે વહેતા હંગામી પુલનું નામો નિશાન મિટાવી દીધું હતું. સોમવારે સવારે મજૂરો ખેડૂતો અને નોકરિયાતોની અવર જ્વર ચાલુ હતી. ત્યારે જ પુલ પરથી પાણી વહેતાં રાહદારીઓ બંને કાંઠે થોભી ગયા અને એમની આંખોની સામે જ પુલ ગાયબ થઈ ગયો હતો. જોકે મોટી જાનહાની થતા ટળી ગઇ હતી. 

Most Popular

To Top