Gujarat

આજે જીટીયુ ખાતે “સ્વાધીનતા સંગ્રામના 75 શૂરવીરો પુસ્તકનું” વિમોચન કરાશે

અમદાવાદ: દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાષ્ટ્ર આઝાદીના અમૃત મહોત્સવની (Azadina Amrit Mohotsav) ઉજવણી (Celebration) કરી રહ્યું છે. ગુજરાત (Gujarat) ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પણ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે “આઝાદીના અમૃત પર્વના ઉદ્દેશો” વિષય પર વ્યાખ્યાન માળાનું આયોજન શુક્રવારને 5 ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત “સ્વાધિનતા સંગ્રમના 75 શૂરવીરો” પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવશે.

જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, સ્વતંત્રતા મેળવવા માટે આપણા અનેક શૂરવીરોએ બલિદાન આપ્યું છે. આ પ્રકારના પુસ્તકોથી વર્તમાન પેઢી સ્વતંત્રતાના ભવ્ય ઈતિહાસ અને રાષ્ટ્ર પ્રત્યેની મૂળભૂત ફરજો બાબતે અવગત થાય છે. દેશની આઝાદી મેળવવા માટે દેશના અનેક સપૂતોએ તેમના પ્રાણન્યોછાવર કર્યાં છે અને રાષ્ટ્ર નિર્માણમાં જેમનો સવિશેષ ફાળો છે, એવા સરદાર ઉધમસિંહ, લાલા લજપતરાય, રાસબિહારી બોઝ, બાબાસાહેબ આંબેડકર, મંગલ પાંડે, બાળ ગંગાધર તિલક, સરોજિની નાયડુ વગેરે જેવા 75 વિર સપૂતો અને રાષ્ટ્ર ભક્તોની જીવની અને તેમના દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં આપાયેલા યોગદાનનું “સ્વાધિનતા સંગ્રમના 75 શૂરવીરો” પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા સ્થાને સેવા ભારતી ટ્રસ્ટ ગુજરાતના ટ્રસ્ટી સુનિલ મહેતા વક્તવ્ય આપશે.

Most Popular

To Top