કચ્છ: ગુજરાત સરકારે (Gujarat Govt) કચ્છ પશ્ચિમના કુરાન અને કંધવણ ગામમાં આજે ગેરકાયદેસરની (Illegal) જગ્યાઓ ઉપર બાંધવામાં આવેલ મદરેસાઓ (Madrasa) ઉપર કાર્યવાહી કરી છે. ગુજરાત સરકારે 3 મદરેસાઓ પર બુલડોઝર (Bulldozer) ફેરવ્યા હતા. આ મદરેસાઓ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા હતા.
થોડા સમય અગાવ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે રાજ્યમાં 108 ગેરકાયદેસર સમાધિઓ જમીનદોસ્ત કરવામાં આવી છે. તેમજ તેમણે જૂનાગઢના ઉપરકોટમાં બનેલી ગેરકાયદેસર કબરો તોડી પાડવાની વાત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે ષડયંત્રથી બાંધવામાં આવેલી દરેક ઇમારતને તોડી પાડવા માટે અમારું બુલડોઝર તૈયાર છે.
હર્ષ સંઘવીએ એમ પણ કહ્યું હતું કે ભૂપેન્દ્રભાઈ પટેલનું બુલડોઝર રાજ્યના ખૂણે ખૂણે ફરે છે. બુલડોઝર ક્યાં જશે તેની કોઈને ખબર નથી. તેમણે કહ્યું કે સોમનાથની આસપાસનું અતિક્રમણ પણ દૂર કરવામાં આવ્યું છે. સરકાર અતિક્રમણ હટાવવાનું અભિયાન ચાલુ રાખશે.
અગાઉ એક મંત્રીએ પણ ગરબા અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો લોકો ગુજરાતમાં ગરબા નથી કરી શકતા તો શું તેઓ પાકિસ્તાનમાં કરશે? આ નિવેદનના બીજા જ દિવસે એક પક્ષના લોકોએ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી.
કાળો ડુંગર, ધ્રોબાણામાં 26 દબાણો પર બુલડોઝર ચલાવાયા
કચ્છના સરહદી વિસ્તારોમાં વધતી જતી ઘુસણખોરી સુરક્ષાની દ્રષ્ટિએ જોખમી સાબિત થાય તે પહેલા તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ગઇકાલે શુક્રવારે તારીક 8 ફેબ્રુઆરીના રોજ કાળો ડુંગર, ધ્રોબાણામાં મહેસૂલ તંત્ર, વન વિભાગ અને પોલીસની ટીમો દ્વારા 26 દબાણો દૂર કર્યા હતા. પ્રવાસનની પાંખે ઉડાન ભરી રહેલા કચ્છના મહત્વના ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળોએ દર વર્ષે બહોળી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા હોય છે. જેના કારને ખાસ કરીને પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી રહેલા કચ્છમાં ધોરડો સફેદ રણ, કાળો ડુંગર સહિતના સરહદી વિસ્તારોમાં દબાણ પ્રવૃત્તિ બેકાબૂ બની છે.
ફોરેસ્ટ જમીનમાં ખડકાયેલા 24 દબાણો વહીવટી તંત્રએ દૂર કર્યા
કચ્છના સરહદી ખાવડા નજીક આવેલા પર્યટન અને યાત્રાધામ કાળા ડુંગર પાસે કાચા પાકા દબાણો ઉભા થઇ ગયા હોવાની ફરિયાદ ઉઠી હતી. ત્યાર બાદ વહીવટી તંત્ર દ્વારા મામલાની ગંભીર નોંધ લઈ સરહદી વિસ્તારની સલામતી અંતર્ગત ગુરુવારે પૂર્વ નિયોજિત દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 24 જેટલા કાચા પાકા દબાણકર્તાઓને નોટિસ પાઠવ્યા બાદ ફોરેસ્ટ વિભાગ હેઠળની જમીન પતન તમામ ગેરકાયદે દબાણો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા હતા.