ગોધરા: રાજ્યમાં માર્ગ અકસ્માતની (Accident) ઘટનાઓ સતત વધી રહી છે. જેમાં આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મંગળવારે ગોધરા-દાહોદ હાઇવે (Godhara-Dahod Highway) પર બે ખાનગી બસો (Bus) વચ્ચે જોરદાર ટક્કર થઇ હોવાનું સામે આવ્યું છે. ગોધરા તાલુકાના દાહોદ હાઇવે પાસે આવેલા એક ગામે પાર્ક કરેલી ખાનગી બસને પાછળથી પૂર ઝડપે આવતી અન્ય બસે ટક્કર મારતા અકસ્માતની ઘટની સર્જાઇ હતી. જેમાં બસમાં સવાર ચાર મુસાફરોના કમકમાટીભર્યા મોત (Death) નિપજ્યાં હતા.
મળતી માહિતી મુજબ અમદાવાદથી ઇન્દોર જઇ રહેલી ખાનગી બસમાં ખામી સર્જાતા હાઇવે પર જ પાર્ક કરીને ખામીને ઉકેલવાની કામગીરી કરવમાં આવી રહી હતી. તે દરમિયાન હાઇવે પર ઉભેલી બસને પાછળથી પૂરપાટ ઝડપે આવતી અન્ય ખાનગી બસે જોરદાર ટક્કર મારી હતી. જેમાં 4 લોકોનાં મોત નિપજ્યાં હતા. જેમાં બે વર્ષના બાળક સહિત એક યુવાન ગંભીર રીતે ઘાયલ થતાં વડોદરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિત પોલીસ કાફલો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જો કે અન્ય મુસાફરોને નાની મોટી ઇજા થતાં સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
સુરત: વેસુ સોમેશ્વર સર્કલ નજીક કાપડ વેપારીની પત્નીનું રોડ અકસ્માતમાં મોત
અગાઉ વેસુ યુનિવર્સિટી અને સોમેશ્વર સર્કલ વચ્ચે મોપેડ સ્લીપ થતા કાપડના વેપારીની પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સોનલબેનના 12 વર્ષના લગ્ન જીવનમાં એક દીકરો હોવાનું જાણવા મળ્યું છે. કાપડ વેપારીની પત્ની સોનલબેન દવા અને ઘરનો સામાન લઈને ઘરે પરત ફરતી વેળા એ અકસ્માતનો ભોગ બન્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે મૃતક સોનલબેન વેસુમાં આવેલા કેસલ બ્રાઉન એપાર્ટમેન્ટમાં રહે છે. 34 વર્ષના છે, ચિંતનભાઈ બાપના પરિવારના સભ્ય છે. ચિંતનભાઈ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સોનલ અને ચિંતનના 12 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને રાજી ખુશીથી લગ્નજીવન જીવતા હતા. પરિવારમાં એક દીકરો છે.