Business

ગુજરાત ગેસ કંપનીનો ભાવવધારો

હાલમાં જ ગુજરાત ગેસ કંપની દ્વારા ઇસ્યુ થયેલા બીલ મુજબ એક યુનિટ દીઠ વેટટેક્ષ સહિત રૂ. 5નો વધારો કરવામાં આવ્યો છે. જે મોંઘવારી અને કોરોના કાળમાં વર્તમાન પરિસ્થિતિ જોતાં ગેસ કંપનીનાં ગ્રાહકો પર ખરેખર ખૂબ જ મોટો બોજો વધારનાર છે. ગેસ સીલીન્ડર રૂ. 900 નો મળે છે તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે સામાન્ય વ્યકિતને ગેસલાઇન સસ્તી પડે કે ગેસ સીલીન્ડર? સીધો જવાબ છે કે ગેસ સીલીન્ડર તો પછી આ અયોગ્ય સમયે થયેલા ભાવવધારાની ગ્રાહકો પર ગંભીર આર્થિક અસર પડશે અને પરિણામે ગેસના નવા કન્કેશન કોઇ લેવા તૈયાર નહીં થાય તો આ અંગે ગેસ-ગ્રાહકોના હિતનો વિચાર કરી ગેસ કંપનીમાં સત્તાધીશોએ આ અયોગ્ય ભાવવધારા અંગે ગંભીરતાથી ફેર-વિચારણા કરવી જોઇએ.
સુરત      – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top