ગાંધીનગર: (Gandhinagar) ઉત્તર ભારતમાં વધેલી ઠંડીના (Cold) પગલે ગુજરાતમાં (Gujarat) પણ તેની અસર વર્તાઈ રહી છે. ખાસ કરીને ગુજરાતમાં શીત લહેરની અસર વર્તાઈ રહી છે. વહેલી સવારે ગાઢ ધુમ્મસની સાથે રાજ્યમાં કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે. ગાંધીનગરમાં આજે 10 ડિગ્રી તથા નલિયામાં 11 ડિગ્રી ઠંડી અનુભવાઈ હતી. હજુયે એક સપ્તાહ સુધી રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે.
- રાજ્યમાં શીતલહેરનો પ્રકોપ, ગાંધીનગરમાં 10 ડિગ્રી ઠંડી
- હજુ એક સપ્તાહ ઠંડીનું જોર યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી, લોકો તોબા પોકારવા લાગ્યા
અમદાવાદના એરપોર્ટ કેમ્પસમાં સ્થિત હવામાન વિભાગના સત્તાવાર સૂત્રો મુજબ અમદાવાદમાં 12 ડિ.સે., ડીસામાં 11 ડિ.સે., ગાંધીનગરમાં 10 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 15 ડિ.સે., વડોદરામાં 12 ડિ.સે., સુરતમાં 14 ડિ.સે.,ભૂજમાં 15 ડિ.સે., નલિયામાં 11 ડિ.સે., કંડલા પોર્ટ 16 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 13 ડિ.સે., અમરેલીમાં 12 ડિ.સે., ભાવનગરમાં 15 ડિ.સે. ,રાજકોટમાં 13 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 13 ડિ.સે., કેશોદમાં 13 ડિ.સે. લધુત્તમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.